તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ઊના તાલુકા પંચાયતના સભ્ય ભાજપમાં જોડાતાં વિરોધ સાથે સુત્રોચ્ચાર

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200 લોકો આપમાં જોડાતાં ગદ્દારના નારા લાગ્યા

ઊના તાલુકાના પાલડી ગામના સરપંચ, ઊના તા.પં. ભાજપના મહિલા સભ્ય સહિતના આગેવાનો આપમાં જોડાતાં તેઓના ભારે વિરોધ સાથે ગદ્દારના નારા લગાવાયા હતા. થોડીવાર માટે વાતાવરણ તંગ બની જતાં આપના નેતાઓએ કાર્યકરો સાથે વાહનોમાં બેસી ચાલતી પકડી હતી.

ઊના તાલુકાના પાલડી ગામના તાલુકા પંચાયતના ભાજપના મહિલા સભ્ય, પાલડીના મહિલા સરપંચ, પંચાયતના સભ્ય સહિત 200 લોકો ગઇકાલે રાત્રે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તકે આપના નેતા ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં તેઓએ ત્યાં રાત્રીના ભોજન લીધું હતું. ત્યારબાદ પોતાના વાહનમાં બેસી પાલડી ગામના ઝાંપાની બહાર નિકળતાં કેટલાક યુવાનો દ્વારા તા.પં. સભ્ય કમલેશભાઇ સોલંકીનો વિરોધ નોંધાવતાં કહ્યું, પહેલાં કાકા સાથે અને હવે ભાજપ સાથે ગદારી કરી. સાથે સુત્રોચ્ચાર કરી દેકારો મચાવ્યો હતો. યુવાનોએ આપના નેતાઓના વિરોધમાં ઓન્લી ફોર ભાજપ અને ગદારના નારા લગાવતાં આપના નેતાઓએ પોતપોતાના વાહનોમાં ચાલતી પકડી હતી. આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં રાજકિય ક્ષેત્રે ભારે ચકચાર ફેલાઇ છે. આ બાબતે આપમાં જોડાયેલા ભાજપના આગેવાન કમલેશભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, પાલડીના રહેવાસી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર દ્વારા અભદ્રભાષાનો ઉપયોગ કરાયો હતો. અને ગામના યુવાનો આપમાં જોડાતા તેના પેટમાં તેલ રેડાયું હતું. ભૂતકાળમાં ભાજપના આગેવાન અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે પણ ચૂંટણીમાં અપક્ષ ફોર્મ ભર્યું હતું. એ તેમણે યાદ રાખવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...