તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઊના સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે. ત્યારે ઊના ન.પા.નાં 9 વોર્ડમાં વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 58528ની વસ્તીમાં મતદારોની સંખ્યા 45788ની હોય જેમાં પુરૂષ મતદારો 23540 અને રાત્રી મતદારોની સંખ્યા 22488 છે.ઊના નગર પાલીકામાં શહેરી વિસ્તારોના મતદારોના ઝોક હંમેશા ભાજપ તરફી રહ્યો છે. અને છેલ્લા ઘણાય વર્ષોથી કોંગ્રેસને ન.પા.ની સત્તા સુધી પોહચ્યુ નથી. વર્તમાન ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો નજર સમક્ષ રાખી મતદાર કરતા હોય છે. ત્યારે ગત ટર્મમાં શહેરના 9 વોર્ડની 36 બેઠકો માંથી ભાજપનો ઐતિહાસીક 35 બેઠકો પર વિજય થયો હતો.
જ્યારે કોંગ્રેસને સમખાવા પુરતી 1 બેઠક પર વિજય થયેલો હતો. અને ભાજપ પાંચ વર્ષ સુધી ન.પા.ની શાસનધૂરા સંભાળી હતી. શહેરની સમસ્યા જોવા જઇએ તો શહેરીજનો માટે ટ્રાફીક સમસ્યા માથાના દુઃખાવા સમાન હોય તેમ ચૂંટાયેલા જનપ્રતિનીધીઓ દ્વારા શહેરની ભૌગોલીક પરીસ્થિતિને ધ્યાને રાખી શહેરની ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ આવે તેવું પ્રજાજનો ઇચ્છી રહ્યા છે. અને બાયપાસ વહેલી તકે કાર્યરત થાય તેવી માંગણી પણ પ્રજામાંથી ઉઠવા પામી છે. ત્યારે આ વખતની ન.પા.ની ચૂંટણી ભાજપ ફરી એક વખત વિકાસના મુદે ચુંટણી લડશે તો બીજી તરફ કોંગ્રેસ ન.પા.ની ચૂંટણીમાં ઉમેદવારો શોધવા વોટસેએપમાં મેસેજ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.
ઊના તા. પં. 26 બેઠકો પર 56 ફોર્મ ભરાયા
ઉના તા. પં. ની 26 બેઠકો પર 56 જેટલા ફોર્મ ભરાયા હોય હજુ 13 ફેબ્રુ. ભરવાનો છેલ્લો દિવસ હોય હવે વધુ કેટલા ફોર્મ ભરાય તે જોવાનું રહ્યું. બીજી તરફ સાત જીલ્લા પંચાયતની સીટ પર 17 જેટલા ફોર્મ ભરાયા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.