તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ત્રણ બાઈક ચોરેલા આરોપીને ઊના પોલીસે ઝડપી પાડ્યો

ઊનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જુદા-જુદા ગામોમાંથી ચોરી કરી અન્ય ગામોમાં સંતાડી હતી

ગડુ ગામનો શખ્સ છેલ્લા દોઢ વર્ષમાં જુદા-જુદા ગામો માંથી ત્રણ બાઇક ચોરી અન્ય ગામોમાં છુપાવેલ હોવાની બાતમી આધારે ઊના પોલીસે શખ્સને ઊના માંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ આરોપી સતાર ગફાર કાતીયાર રહે. ગડુ શાંતિનગર ઝુપડપટ્ટી તા.ચોરવાડ છેલ્લા દોઢ વર્ષમાં 3 બાઇક ચોરી કરી અન્ય ગામોમાં સંતાડેલ હોય જેની બાતમીના આધારે ઊના પીઆઇ વી.એમ. ચોધરીની સુચનાથી પો.હે.કો.પી.પી. બાંભણીયા, ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ, સંદિપ તેમજ અનિલસિંહ સહીતનો સ્ટાફે ઊના મામલતદાર ઓફીસ આગળથી આ શખ્સને બાઇક સાથે ઝડપી પાડી પુછપરછ હાથ ધરતા બાઇક નં.જીજે.07 એજે 2457, જીજે.05 એફબી 1444, તેમજ જીજે. 05 એ એમ 9058 આ બાઇક ચુલડી ગામ તા.માળિયા હાટીના, ગડુ ગામની ઝુપડપટ્ટી તેમજ મહુવા ભાદ્રોડ રોડ આમ અલગ-અલગ ગામોમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. ચોરેલ બાઈક પ્રાંચી, તેમજ યાગોદ્રા ગામમાં 2 બાઇક સંતાડેલ હોય બાઇકની કિ.રૂ.28 હજારનો મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. ઊના પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આ અંગે તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો