નદીમાં પુર:ઊના-ગીરગઢડાની જીવાદોરી, રાવલ ડેમના ત્રણ દરવાજા એક ફૂટ ખોલાયા

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાતાપુર, ઉમેજ અને સનખડા ગામે નદીમાં પુર

ગીરમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાવલ ડેમમાં પાણીની આવક વધી છે. અને સવારે ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલી 3708 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમના દરવાજા ખોલતાં તાલુકાની રાવલ નદી બન્ને કાંઠે વહેતી થઇ હતી. રાવલ નદીના કાંઠે પાતાપુર, ઉમેજ, સનખડા ગામે પુર આવતાં ગામડાઓમાંથી લોકોની અવરજવર બંધ થઇ ગઇ હતી.

પાતાપુર ગામેથી પસાર થતી રાવલ નદી પરના કોઝવે ચેકડેમ ઉપરથી પાણી પસાર થતાં લોકોની અવરજવર બંધ થઇ હતી. ઉમેજ ગામે પુલ ન હોવાના કારણે જીવના જોખમે ખેડૂતોએ નદી પસાર કરવી પડી છે. ખેડૂત પરીવારોના બાળકો નદી બે કાંઠે હોય ત્યારે ઉમેજ પ્રાથમિક શાળામાં ભણવા જઇ શક્તા નથી. આ બાબતે ઉમેજના સરપંચ, ઊનાના પૂર્વ ધારાસભ્ય કે. સી. રાઠોડ, સાંસદ રાજેશભાઈ ચુડાસમાની છેલ્લા 4 વર્ષથી રજુઆત છતાં તંત્ર બેધ્યાન છે.

અન્ય સમાચારો પણ છે...