સાયબર ક્રાઇમ:ઊનાનાં 3 તબીબની સોશ્યલ મીડિયામાં ફેક આઇડી બનાવી રૂપિયા માંગ્યા

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિન્દીભાષીના અવાજ સાથે બિમારીના નામે રૂપિયા ઉઘરાવાતાં તબીબોને ખબર પડી

ઊના શહેરના 3 નામાંકિત તબીબ સહિત 5 ડોક્ટરોના નામે સોશ્યલ મીડિયા પર બોગસ એકાઉન્ટ બનાવી તેમના ફ્રેન્ડ પાસેથી ખોટી રીતે પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનું તબીબના ધ્યાને આવતાં તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, ઊના શહેરના જાણીતા મહિલા તબીબ ડો. અલ્કાબેન વકીલ, ડો. નૈનુજી, ડો. ચિરાગ દેવમુરારી અને ભાણવડના તબીબ ડો. અનિલ દઢાણિયા સહિત 5 તબીબના નામે કોઇ ચીટર શખ્સે સોશ્યલ મીડિયા પર ખોટી પ્રોફાઇલ આઇડી બનાવી તેમાં પોતાનો મોબાઇલ નંબર 8795468530 દર્શાવ્યો હતો. અને તબીબના ફેમિલી ફ્રેન્ડ પાસેથી ડિજીટલ વોલેટ દ્વારા નાણાં ઊઘરાવ્યા હોવાની હકિકત આ તબીબોને મળી હતી. તેઓએ તપાસ કરતાં દિપેન્દ્રસિંઘ નામના શખ્સે આ આઇડી બનાવ્યાનું જાણવા મળ્યું હતું. આથી તેઓએ આ ચિટર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ આપી છે.

ફેક આઇડી બનાવી રૂપિયા 10 થી 20 હજાર ઉઘરાવ્યા: ડો. નૈનુજી
ફેસબુક પર ખોટી આઇડી બનાવનાર એકજ વ્યક્તિ છે. અને તેણે ઊનાના ત્રણ અને બીજા બે ડોક્ટરોના નામે આઇડી બનાવી ગુનો કર્યો છે. તેણે હિન્દીમાં ચેટીંગ કરી પોતે રાજકોટ હોવાનું જણાવી 10 થી 20 હજાર ઉઘરાવ્યા હતા. > ડો. ચૌતન્ય નૈનુજી

ટ્રુ કોલરમાં અલગ નામ દેખાડે છે: ડો. અલ્કાબેન
ખોટુ આઇડી બનાવનારે જે નંબર નાખ્યા હતા. તે ડિજીટલ વોલેટમાં નંબર અલગ અલગ આવે છે. ટ્રુકોલરમાં એક નંબર ધર્મેન્દ્રસિંહ ઇલેક્ટ્રોનિક નામે બતાવે છે. જ્યારે બીજો નંબર દિપન્દ્રસિંઘ નામે બતાવે છે. તેણે ઘણા લોકોને બિમાર હોવાનું જણાવી પોતે ડોક્ટરોના નામે છેતરપીંડી કરી છે. પરંતુ ઓળખીતા લોકો અમારા સંપર્કમાં હોય તેથી કોઇએ નાણાં આપ્યા નહોતા. અને અમને ફોન કરી જણાવતાં આ ગુનાઇત પ્રવૃત્તિ સામે આવી છે. > ડો. અલ્કાબેન વકીલ

અન્ય સમાચારો પણ છે...