સારવાર દરમિયાન મોત:ઊના- ભાવનગર રોડ પર અકસ્માત, ચાલકનું મોત

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુરપાટ ઝડપે ટ્રક ચલાવનાર સામે ઊના પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ઊના- ભાવનગર રોડ પર પુરપાટ ઝડપે દોડતા ટ્રકે છકડો રીક્ષાને હડફેટે લેતા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અને સારવાર દરમિયાન મોત થતા ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઊના- ભાવનગર રોડ પર રવિવારના બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો. ટ્રક નં.જીજે-05-એ-4853ના ચાલકે પુરપાટ ઝડપે ચલાવી છકડો રીક્ષા નં-જીજે-13-વી- 3116ને હડફેટે લેતા ચાલક બાલુ રાજાભાઈ ભાલીયા (ઉ.વ.42) રે.ગરાળને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે લઈ જવાયો હતો. જો કે, સારવાર દરમિયાન મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...