તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકો ભયભીત:નવાબંદર ગામમાં બે સિંહણ, એક સિંહના આંટાફેરા

ઊનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વનવિભાગ લોકો સાથે સિંહની સુરક્ષાની ચિંતા કરી વન્યપ્રાણીને જંગલમાં ખસેડે તેવી માંગ

ઊના તાલુકાના દરીયાકાંઠા વિસ્તારના નવાબંદર ગામમાં છેલ્લા 8 દિવસથી રાત્રીના 12 કલાક બાદ 1 સિંહ 2 સિંહણ ઇદગાહ વિસ્તાર અને દરીયા કાંઠાના રહેણાંકીય વિસ્તારોમાં આંટાફેરા મારતા હોવાના કારણે લોકો ભયભીત બની ગયા છે.

આ વિસ્તારમાં રહેતા શ્રમિક વર્ગના માછીમારોના પરીવારો રાત્રી દરમિયાન બંદરો પર બોટ આવતી જતી હોવાથી અવર-જવર થતી રહે છે. રહેણાંકીય વિસ્તારોમાં બાજુમાં અડી આવેલા રીજવર ફોરેસ્ટ જંગલમાં વસવાટ કરતાં સિંહ-સિંહણ દીપડા જેવા પ્રાણીઓનો વસવાટ હોય શિકારની શોધમાં આ જંગલી જનાવરો આવી પહોંચતા હોય છે. ત્યારે હિંસક બની કોઇ માનવીને શિકાર બનાવે તે પહેલા જશાધાર વન્ય વિભાગના અધિકારીઓએ આ બે સિંહણ અને એક સિંહનો પરીવારને તાત્કાલીક રાઉન્ડમાં બિડગાર્ડ રાખી વન્યપ્રાણીને જંગલ તરફ ખસેડે તેવી માંગણી ઉઠી છે.

આ સિંહના અવર-જવરના કારણે તેના પર પણ અસલામતી ઉભી થતી હોય ભૂંડ અને શ્વાન જેવા પશુઓનો શિકાર કરી મિજબાની માણતા હોય છે. જેના કારણે સિંહ જેવા પ્રાણીનો ભય મંડળાય રહ્યો છે. અને માનવ વસ્તીમાં વન્યપ્રાણીની પજવણી પણ થાઇ તે પહેલા વનવિભાગ અધિકારીએ તાત્કાલીક આ વન્યપ્રાણીની સુરક્ષા કરી તેને સલામત રીતે માનવ વસ્તીથી દૂર ખસેડવા રજુઆત પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો