દારૂ જપ્ત:ઊના વરસીંગપુર રોડ પર કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝબ્બે

ઊના13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊના વરસીંગપુર રોડના બાયપાસ પાસે કારની તલાસી લેતા વિદેશી દારૂની 50 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો કાર સહિત રૂ.2.30નો મુદ્દામાલ કબ્જે કરી બે ઈસમ વિરૂધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊનામાં રહેતા જયેશ ગોરધન ભુપતાણી તેમજ કિરીટ જગજીવનદાસ કાનાબાર બન્ને કાર નં.જીજે-01-એચક્યુ-8271 કારમાં વિદેશી દારૂની સપ્લાય કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી ઊના-વરસીંગપુર બાયપાસ પાસે કારને રોકાવી તલાસી લેતા કારની ડીકીમાંથી વિદેશી દારૂની બોટલ 50 કિ.29,000 તેમજ કાર સહિત કુલ રૂ.2.30 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સને ઝડપી પાડી આ દારૂ ક્યાથી લાવવામાં આવ્યો અને ક્યાં સપ્લાય કરવાનો હોય તે અંગેની વધુ પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...