જુનાગઢ જેલમાં સજા ભોગવતા પાકા કામનો કેદી મુળજી બેચરચાઇ શ્રીમાળી રહે. કોબ તેમજ લખમણ બીજલભાઇ બાંભણીયા રહે. ખડાને 60 દિવસની વચગાળાની રજા પર મુક્ત કરાયા હતા. અને પરત જુનાગઢ જીલ્લા જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થયા હતા. ત્યારે જુનાગઢ રેન્જ ડીઆજી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજાએ પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા સુચના આપવામાં આવી હતી.
જેથી બાતમી આધારે ગીર- સોમનાથ જિલ્લા એલસીબી કે.જે. ચોહાણ, અજીતસિંહ પરમાર, નરેન્દ્રભાઇ પટાટ, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, સંદિપસિંહ ઝણકાટ, શૈલેષભાઇ ડોડીયા, ઉદયસિંહ સોલંકી સહીતના પેરોલ ફર્લો સ્કવોડ દ્રારા આ બંને કેદીઓને પકડી પાડી જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.