તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનની ચીમકી:સનખડા-ઊનાથી જાફરાબાદ રૂટની એસટી બસ ચાલુ કરો

ઊના17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસ સેવા શરૂ નહિં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી

ઊનાના સનખડા ગામે હાલમાં જાફરાબાદ-ઊના અને ઊના-જાફરાબાદ રૂટની એસટી બસ સેવા ઉપલબ્ધ નથી. જેથી આ રૂટ પર આવક-જાવક માટે સમયસર બસ સેવા ચાલુ કરવામાં આવે તેવી સનખડા ગ્રામજનોની માંગણી ઉઠી છે.

સનખડા ગામમાં ઘણા સમયથી 3 બસો સમયસર આવતી હતી. પરંતુ એસટી બસ હાલ બંધ હોય તેથી સવારે 6 વાગ્યના સમયે સાવરકુંડલા, શાંણાવાકીયા, ઊના તેમજ 8.30 ઊનાથી ઉપડતી બસ ઊના- જાફરાબાદ તેમજ બપોર પછી 5.30 સાંજના સમયે ઊના-જાફરાબાદ જતી રૂટની બસ સહીત ત્રણેય બસો હાલમાં છેલ્લા ધણા સમયથી બંધ છે. જેના કારણે ટપાલના થેલાઓ પણ પહોંચાડવામાં ખુબ જ મુશ્કેલી પડતા લોકો સુધી ટપાલો પહોંચી શક્તી નથી. જેથી આ ત્રણેય રૂટની એસટી બસ તાત્કાલિક ધોરણે ચાલું કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી કરી છે. આ બાબતે કોઈ નિર્ણય નહીં લેવામાં નહિં આવે તો સનખડા ગ્રામજનો અને જિલ્લા પંચાયત સદસ્ય વિરાભાઇ બોધાભાઇ ઝાલાની આગેવાની હેઠળ ઉપવાસ આંદોલન કરવાની ચિમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...