તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:જામજોધપુરથી દીવ ફરવા આવેલા ત્રણ યુવાનો લુંટાયા, પોલીસે બન્ને શખ્સોની શોધખોળ આદરી

ઊના20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જોધપુરના 3 યુવાનો દીવ ફરવા આવ્યા હતા. તેમને બે અજાણ્યા શખ્સોએ મદદ માંગી 5 યુવાનોએ હોટલમાં સાથે રાત્રી રોકાણ કર્યું હતું. દરમ્યાન બન્ને શખ્સો તમામ લોકોના મોબાઈલ ફોન, રોકડ રકમ, ધડીયાળ સહિતની વસ્તુઓ ચરી કરી નાશી છુટ્યાં હતા. પ્રાપ્ત વિગત મુજબ ભરતભાઇ પાથર, મુકેશભાઇ કદાવલા, વિપુલભાઇ બેરા ત્રણેય યુવાનો દિવ ફરવા ગયા હતા. દરમ્યાન સાંજના સમયે હોટલ બહાર બેઠા હતા. ત્યારે બે શખ્સો આવી જણાવ્યું હતું કે અમે જૂનાગઢ રહીએ છીએ ત્યા જવું છે. પણ અમારી પાસે પૈસા નથી તેમ જણાવતા ત્રણેય યુવાનોએ અમે જઇ શું ત્યારે તમને લેતા જઇશું તેમ કહ્યું હતું.

ઘરે જવા નિકળતા ત્યારે આ બન્ને શખ્સોને પણ સાથે બેસાડી જતા હતા. દરમ્યાન ઊનાના તડ ગામે હોટલમાં રાત્રી રોકાણ કર્યું હતું. આ બન્ને શખ્સોએ રાત્રીના સમયે મુકેશભાઇ, વિપુલભાઇ, તેમજ બાજુના રૂમમાં રોકાયેલ વિજયભાઇ, સરફરાઝ મન્સુરી, જયેશભાઇ ચોહાણના મોબાઇલ, રોકડ રકમ, ધડીયાર સહિત કુલ રૂ.46,500ના મુદામાલની ચોરી કરી નાશી છુટ્યાં હતા. આ બાબતે ભરતભાઇ પાથરએ નવાબંદર પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...