તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં ભયનો માહોલ:ઊના તાલુકાના નવાબંદરમાં ત્રણ સિંહે રોઝડાનો શિકાર કર્યો

ઊના25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવાબંદર પંથકનાં લોકોએ ઘરેબેઠા સિંહ દર્શનનો લાભ લીધો

ઊના તાલુકાનાં નવાબંદર ગામે રહેણાંક કોલોની વિસ્તારમાં મોડી રાત્રે બે સિંહણ અને એક સિંહ આવી ગયા હતા. અને શેરીઓમાં આંટા મારતાં લોકોને ઘેરબેઠાં સિંહ દર્શનનો લ્હાવો મળી ગયો હતો. આ સિંહ પરીવારે જંગલ નજીક રોઝડાનો શિકાર કરીને મિજબાની માણી હોવાનું જાણવા મળ્યું છે.

ઊના તાલુકાના નવાબંદર, નાંદણની દરિયાઈ સીમાને અડીને વન વિભાગનું રીઝર્વ ફોરેસ્ટ આવેલું છે. આ જંગલમાં વન્ય પ્રાણીનો વસવાટ છે. શિકારની શોધમાં સિંહ બાજુમાં આવેલી ઈદગાહ અરાફત કોલોની અને મફત આવાસો સુધીની સફર કરી લટાર મારવા નિકળ્યા હતા. છેલ્લા 15 દિવસથી બે સિંહણ અને એક સિંહ મોડી રાત્રે નિયમિતપણે જોવા મળતાં હોવાથી આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ સાવજો કોઈ માનવીને નુક્સાન કરે કે હિંસક ઘટના બને એ પહેલાં વન વિભાગે આ સિંહ પરીવારને જંગલ તરફ ખસેડવામાં કાર્યવાહી હાથ ધરે એવી માંગણીઓ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો