તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ગિરગઢડા-ઊનાના વંચિત અસર-ગ્રસ્તોને કેશ ડોલ્સ ચૂકવવા માંગ ઉઠી

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્હાલા-દવલાની નિતી રખાતી હોવાનો આક્ષેપ

તાઉતે વાવાઝોડા બાદ ઊના-ગિરગઢડા તાલુકાના અનેક ગામડામાં અસરગ્રસ્તોને કેશ ડોલ્સ ચૂકવવામાં નથી આવી. આથી તંત્ર દ્વારા વ્હાલા દવલાની નિતી અપનાવાતી હોવાના આક્ષેપ સાથે ગિરગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગિરગઢડાના અસરગ્રસ્તોને કેશ ડોલ્સની સહાય આપવામાં તંત્ર વ્હાલા દવલાની નિતી અપનાવતું હોવાના આક્ષેપ સાથે વિપુલભાઇ અનુભાઇ ભાલિયા સહિત તાલુકાના અસરગ્રસ્તો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવી 6 દિવસમાં કેશ ડોલ્સ ચૂકવવામાં નહી આવે તો તા. 30 ના રોજ ગિરગઢડા મામલતદાર કચેરીમાં ઉપવાસ આંદોલન કરવાની ચિમકી આપી હતી.

વધુમાં જણાવાયા મુજબ, ગિરગઢડામાં ફકત 15,000 ની વસ્તીને કુલ રૂ. 4,૦૦૦ કેશ ડોલ્સ અપાઇ છે. ધોકડવાની વસ્તી 9,૦૦૦ ની છે. જેને રૂ. 17 લાખથી પણ વધુ કેશ ડોલ્સ ચૂકવાઇ છે. આવી રમત ટીડીઓ અને રેશનીંગ લાયસન્સ ધારક તેમજ જિ.પં. સદસ્યોની ગેરરિતીથી કેશ ડોલ્સ મળી નથી. અધિકારી અને પદાધિકારીઓએ મલાઈ ખાઈને આ કેશ ડોલ્સ આપી નથી. જનતાને આપવા માટેનું અનાજ બારોબાર વેચી મારતા હોવાનું દુકાને તપાસ કરતાં ગેરરિતી માલુમ પડી હતી.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...