તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ગીરગઢડાથી વેરાવળ જવા માટે એસટીની એક પણ બસ નહી

ઊના14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અલગ અલગ રૂટની બસ સુવિધા, નવા રૂટ શરૂ કરવા માંગ

ગીરગઢડાથી વડોદરા, સુરત, અંકેલેશ્વર રૂટની, ગીરગઢડા વાયા અમરેલી થઇ વડોદરા બસ રૂટ જે ઊનાથી 6 વાગ્યે ઉપડે છે તે ગીરગઢડા રૂટ થી ચલાવવા, ઉના-રાજકોટ સવારે 8 વાગ્યે જે ઊનાથી ઉપડી વાયા ગીરગઢડા ચાલે છે તે રૂટને રિર્ટનમાં વાયા વેરાવળને બદલે તાલાલા-ગીરગઢડા થી ચલાવામાં આવે તો જૂનાગઢ થી તાલાળા પરત ફરતા મુસાફરોને તેનો લાભ મળી શકે તેમ છે.

ઊના-અમરેલી કૃષ્ણાનગર જે ઊનાથી 11:15 કલાકે ઉપાડે છે તે બસને ગીરગઢડા, ઊના, અમરેલી કૃષ્ણાનગર રૂટ શરૂ કરો, ઊના-ભાવનગર-વડોદરા જે બસ રૂટ 11:30 વાગ્યે ઉપડે છે તે બસને ગીરગઢડા, ઊના, ભાવનગર, વડોદરા રૂટ શરૂ કરો, ઉના, ગીરગઢડા, તાલાળા, કેશોદ, બસ ગીરગઢડાથી રાત્રે 8.30 વાગ્યે મળતી હતી તે હાલમાં બંધ કરી દીધેલ છે. તે રૂટ ફરી શરૂ કરવા સાંજના તાલાલા બાજુ જતાં મુસાફરોની સુવિધા મળી રહે, ગીરગઢડા રાત્રે 8 વાગ્યે ઉપરથી ગીરગઢડા-ગાંધીનગર બસ રિર્ટન ગઢડાને બદલે દિવ જાય છે. તેને ઊના થી ગીરગઢડા રૂટ શરૂ કરવા, ગીરગઢડાથી જિલ્લા મથક વેરાવળ જવા માટે હાલમાં એકપણ બસ નથી. તે બસ રૂટની તાત્કાલીક ધોરણે શરૂ કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો