અકસ્માતની ભિતી:ઊનાના પસવાળામાં સર્વીસ રોડ ન હોઈ હાલાકી

ઊના25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોંગ સાઈડમાં વાહન ચલાવવું પડે છે, અકસ્માતની સેવાતી ભિતી

ઊના-ભાવનગર નેશનલ હાઇવે પર આવેલ પસવાળા ગામના લોકોને પોતાના ગામે આવવા જવા માટે હાઇવે દ્રારા સર્વિસ રોડ બનાવવામાં ન આવતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવેથી બે કિ.મી. જેટલું દૂર પસવાળા ગામ આવેલ હોય તમામ ગ્રામજનો હાઇવે પર આવે ત્યારે પોતાના વાહનો ઊના જવા માટે હાઇવે પર થોડા કિ.મી. સુધી રોંન્ગ સાઇડમાં વાહન ચલાવવું પડે છે.

જેના કારણે વાહન અકસ્માતનો ભય વધુ રહે છે. જોકે હાઇવે દ્રારા પસવાળા ગામને ધ્યાને રાખી સર્વિસ રોડ બનાવી આપવામાં આવે તો ગામના લોકો, ખેડૂત, વિદ્યાર્થીઓ સહીત નાના મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો ન પડે. જેથી સર્વિસ રોડ બનાવી આપવા માંગણી ઉઠી રહી છે. સર્વિસ રોડના વાંકે કોઇ અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ગ્રામજનોમાંથી ઉઠવા લાગ્યા હોય જેથી ગ્રામજનો સર્વિસ રોડની સવલત આપવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...