હાલત કફોડી:ઊના ખાંડ ફેકટરી પાસે સભાસદોને 149 લાખ ચૂકવવા રૂપિયા નથી

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેકટરીની જમીન વેંચવા કલેકટરને દરખાસ્ત મોકલી

2002માં તે સમયનાં મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાનનાં વચન પછી પણ ઊના ખાંડ ફેક્ટરી શરૂ થવાને બદલે ફડચામાં ગઇ છે. કર્મચારીઓ તેનાં પરિવારોની હાલત કફોડી બની ગઇ છે. ફડચા અધિકારીએ પૈસા નહીં હોવાનું જણાવીને હાથ ઊંચા કરી દીધા હતા અને ખાંડ ઉદ્યોગની નવી શરતની કરોડો રૂપિયાની જમીન વેંચવા કલેકટરનાં રેવન્યુ વિભાગમાં દરખાસ્ત કરી દીધી છે. ઊના વિસ્તારના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ ફરિયાદ સમિતિમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ઊના તાલુકા ખેડુત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ફડચા અધિકારીઓએ આપેલા લેખીત જવાબમાં જણાવ્યુ હતું કે, સને 2012 માં આ ઉદ્યોગને ફડચામાં મુકેલ છે અને તા.31 માર્ચ 2021 ની સ્થિતીએ રૂ.149.29 લાખની રકમ ફેક્ટરીનાં ખેડુતો અને સભાસદોને ચુકવવાની બાકી છે. સંસ્થાનાં કર્મચારી ઓનાં પગારના રૂ. 65 લાખ તેમજ બધા કર્મચારીઓના રૂ. 22 કરોડનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે.

પેન્શન પ્રોવિન્ડડ ફંડ, ગ્રેચ્યુટી 27 કર્મચારીઓના તફાવતની રકમ બાકી છે. એક સમયે સોરઠમાં ખાંડ ઉદ્યોગનો દબદબો હતો. ઊના, કોડીનાર, તાલાલા, જેવાં વિસ્તારમાં સુગર ફેક્ટરી ધમધમતી હતી. બે દાયકામાં સોરઠની ખાંડ ઉદ્યોગ મંડળીઓ ફડચામાં ગયાં પછી ફરી શરુ થવાની આશા છોડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...