તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચાવકાર્ય:ઊનાની ગૌપ્રેમી જનતાએ 6 વાછરડાને કતલખાને લઈ જતા બચાવી લીધા

ઊના20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઊના-ભાવનગર રોડ પર બોલેરો વાહન રોકાવી ઊના પોલીસને હવાલે કર્યા
 • પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા, બે વાહન સહિત રૂ. 2.46 લાખનો મુદ્દામાલ કબ્જે

ઊનામાં મુંગા પશુને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી આધારે ગૈપ્રેમી યુવાનોએ ઊના પોલીસને જાણ કરતા, પોલીસ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી પાસ પરમીટ વગર પશુઓને હેરાફેરી કરતા 3 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખોડા ભીમા જોગદીયા રહે.ફાટસર, અસ્લમ ઉર્ફે સીરાજ કાસમ ચોરવાડા રહે. ઊના, રમજાન ઉર્ફે કાલો ભીખા સરતાન રહે.ફાટસર તા.ગીરગઢડા આ શખ્સો દોઢથી બે વર્ષની ઉંમરના 6 વાછરડાઓને કતલ કરવાના ઇરાદે જી.જે 14એક્સ 6578 બોલેરો વાહનમાં લઈ જતા હોય. જેની ગૌપ્રેમીઓને જાણ થતા ઊના ભાવનગર રોડ પર રોકડીયા હનુમાન મંદિર પાસે મોડી રાત્રીના બોલેરો વાહનમાં તલાસી લેતા પાસ પરમીટ વગર પશુઓની હેરાફેરી કરતા હોય તેમ જણાયું હતું.

વધુ પુછપરછ કરતા આ શખ્સોએ જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામના ખારા પાસેના રસ્તા પરથી વાહનમાં ભરેલ હોવાનું કબુલ્યું હતું. ગૌ પ્રેમી યુવાનોએ પકડી પાડી ઊના પોલીસેને જાણ કરી હતી. પોલીસે પશુઓની હેરાફેરીમાં ઉપયોગ કરેલ બાઇક જીજે 32 એમ 7203 સહીત કુલ કિ.રૂ. 2 લાખ 46 હજારના મુદામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. ઊના પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો