ખેડૂતોમાં ભારે રોષ:ઊનાના ગરાળમાં વીજ પુરવઠો શરૂ થાય એ પહેલાં જ વાયર તૂટ્યા

ઊના21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાઉતેને 5 માસ વિતી જવા છત્તાં હજુ ખેતીવાડી પાવર સપ્લાય બંધજ છે

ઊનાના ગરાળ ગામે ખેતીવાડીનો વીજપુરવઠો શરૂ થાય એ પહેલાંજ પીજીવીસીએલએ ફીટ કરેલા વીજવાયરો તૂટી પડતાં ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે. તાઉતે વાવાઝોડાને 5 માસ જેવો સમય વિતી જવા છત્તાં ઊના તાલુકાના ગરાળ ગામે હજુ સુધી ખેતીવાડીનો વીજપુરવઠો શરૂ થયો નથી. અહીં આંબાવાડી ધરાવતા કનુભાઇ ચાવડાની વાડીમાં 1 માસ પહેલાં પીજીવીસીએલ દ્વારા વિજપોલ ઉભા કરી વાયરો ફીટ કરાયા હતા. પણ તેમાં વીજપુરવઠો શરૂ થાય એ પહેલાંજ વાયર તૂટીને નીચે પડી જતાં ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે.

આથી કામમાં બેદરકારી અને જૂના હલકી ગુણવતાના વાયરો પોલ પર ફીટ કરાયાનું સ્પષ્ટ થયું છે. એક વર્ષ પહેલાં પણ આ વિસ્તારના ખેડૂતોએ વિજપોલ પરના જૂના તાર સડી જતાં તેને બદલાવવા પીજીવીસીએલને રજૂઆતો કરી છે.

ઉમેજ ગામે વીજપોલ ધરાશાયી
ઊનાના ઉમેજ ગામે પણ નવા ઉભા કરેલા વીજપોલ જમીનમાં 5 ફૂટને બદલે માત્ર 2 ફૂટનો ખાડો ખોદી ઉભા કરેલા હોઇ નવા ઉભા કરેલા વીજપોલ પણ ધરાશાયી થતા ખેડૂતોમાં રોષ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...