તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પતિની નજર સામે પત્નિનું મોત

ઊના2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પતિને ઈજા પહોંચતા હાથમાં ફેક્ચરનો પાટો આવ્યો, હાલ સારવાર હેઠળ

ઊના ગીરગઢડા પંથકમાં અકસ્માતની ધટના દિનપ્રતિદિન વધતી જતી હોય તેમ બે દિવસ પહેલા ધોકડવા નજીક બાઇક ચાલકને ટ્રકે હડફેટે લેતા બાઇક પર સવાર બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા. ત્યારે ગઈકાલે ઊના-ભાવનગર હાઇવે પર આવેલ સોંદરડા ગામના પાટીયા પાસે બાઇક પર પતિ-પત્નિ પોતાના ધરે જતા હોય તે સમયે અચાનક જ ટ્રકે પાછળથી બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિની નજર સામે પત્નિનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે પતિને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે.

ઊનાના સનખડા ગામે રહેતા કૈલાશબા જયવંતભાઇ ગોહીલ તેમજ જયવંતભાઇ ધીરૂભાઇ ગોહીલ ઉ.વ.25 બન્ને પતિ-પત્નિ બાઇક પર સમી સાંજના સમયે ટીંબી તરફથી સનખડા ગામે પોતાના ધરે જતાં હોય ત્યારે પુરપાટ ઝડપે ચલાવી આવતા ટ્રક ચાલકે બાઇકને પાછળ હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પત્નિ કૈલાશબાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા પતિની સામે જ તેની પત્નીનું ધટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે પતિને પણ ગંભીર ઇજા થતાં હાથના ભાગે ફેક્ચર થય ગયું હતું.

આ અકસ્માતમાં પત્નિનુ ધટના સ્થળે પતિની નજર સમક્ષ મોત થતાં અરેરાટી ફેલાઇ ગયેલ હતી. તેમના પરિવારને જાણ કરાતા ઘટના સ્થળ પર પહોંચી ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો