તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દિવના બુચરવાડામાં કારે બાઇકને હડફેટે લેતાં પતિની નજર સામે પત્નીનું થયું મોત

ઊના8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને પોલીસે નાકાબંધી કરી પકડી પાડ્યો

દિવના બુચરવાડા ગામે વણાંકબારા તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે દારૂના નશામાં બાઈકને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મજૂરી કામેથી પરત ફરતી મહિલાનું પતિની નજર સામેજ મોત નિપજ્યું હતું.આ બનાવની મળતી વિગત મુજબ, દિવના બુચરવાડા ગામે વણાંકબારા તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે નશામાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બાઇકને ટક્કર મારી હતી. આ બનાવમાં ગિરગઢડાના સનવાવ ગામના કનુભાઇ ભીખાભાઇ ભાલિયા અને તેમના પત્ની ભાવનાબેન ભાલિયા (ઉ. 30) જમીન પર પટકાયા હતા.

જેમાં ભાવનાબેનને માથામાં ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. જ્યારે કનુભાઈને ઇજા થઇ હતી. બનાવ બાદ કાર ચાલક કાર લઈને દિવ તરફ નાસી છૂટતાં દિવ પોલીસે નાકાબંધી કરી હતી. જોકે, કાર ચાલક કારને રસ્તા પર જ મૂકીને ઝાડી ઝાંખરામાં છુપાઈ ગયો હતો. પોલીસે શોધખોળ કરતાં તે મળી આવ્યો હતો. આથી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. } તસવીર - જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...