તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:તલાટી મંત્રીને વર્ગ-2નાં અધિકારીની ચેર ઉપર બેસાડી વિદાય આપાઇ

ઊના10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઊના તા. પં. કચેરીમાં અનોખી રીતે વિદાય સમારોહ યોજાયો

સામાન્ય રીતે કોઇપણ નાના કર્મચારી વયમર્યાદા પૂર્ણ કરતા નિવૃત વખતે તેમનું વિદાય સન્માન સાકરના પડા અને શ્રીફળ આપી સાલ ઓઢાળી સન્માન સાથે કરતા હોય છે. પરંતુ ઊના તાલુકા પંચાયતમાં તાલુકા તલાટી કમ મંત્રી મુકેશભાઇ કાનાબાર પોતાની વય નિવૃત થતાં તેમના વિદાય સમારોહ તાલુકા વિકાસ અધિકારી આર.વી ઓડેદરાની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારીએ અનોખી રીતે આ વિદાય સમારોહની પહેલ કરી નિવૃત થતાં નાના કર્મચારીને ક્લાસ ટુ અધિકારીની ખુરશી પર બેસાડી વિદાય આપી હતી.

આ પ્રસંગે કહ્યું હતું કે, આવી પારિવારિક લાગણી ધરાવતા અધિકારીઓ ગુજરાતમાં જ્યાં પણ હશે ત્યાં ક્યારેય કર્મચારીઓને તકલીફ નહી પડે અને સાથે સાથે સરકારી કર્મચારીઓના આવા ઉષ્માભર્યા વાતાવરણને લીધે આમ જનતા અને કર્મચારીઓ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ પણ વધારવા આગળ આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો