• Gujarati News
  • Local
  • Gujarat
  • Veraval
  • Una
  • The Strange Answer We Are Getting In The Survey About The Vaccine Of Covid In Wool, We Don't Have To Give The Vaccine, No One Opens The Door

સર્વેની કામગીરી:ઊનામાં કોવિડની વેક્સિનને લઇ સર્વેમાં મળી રહ્યાં વિચિત્ર જવાબ,અમારે વેક્સિન અપાવવી નથી, તો કોઇ દરવાજો ખોલતા નથી

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સીન સંદર્ભે ડોર ટુ ડોર સર્વે થઇ રહ્યો છે. - Divya Bhaskar
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સીન સંદર્ભે ડોર ટુ ડોર સર્વે થઇ રહ્યો છે.
  • 14 હજાર મકાન, 65 હજારની વસ્તીમાં આરોગ્ય વિભાગના માત્ર 28 કર્મચારીઓ દ્વારા સર્વે કરાયો

ઊના શહેરમાં 14 હજાર મકાન અને 65 હજારની વસ્તીમાં સ્થાનિક આરોગ્ય વિભાગના 28 કર્મચારી ઓની 14 ટીમ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં બે દિવસથી સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને હાલના 14 ટીમના 28 કર્મચારીઓ સવારથી સાંજ સુધી સર્વેની કામગીરી કરી રહ્યા છે. પરંતુ કોવીડ 19ના વેક્સીનના સર્વેમાં લોકો દ્વારા સહકાર મળતો ન હોવાનું સર્વે કરતા આરોગ્ય કર્મચારીઓએ ઉપલા અધિકારીને ફરીયાદ કરી છે.

જ્યારે સર્વે કરતી આરોગ્યની ટીમ જ્યારે સર્વે કરવા જાય છે. ત્યારે ઘણા લોકો ઘરનો દરવાજો ખોલતા નથી, તો ઘણા લોકો સર્વેની ટીમના કર્મચારીઓને નામ પણ લખાવતા નથી. અને સાફ શબ્દોમાં કહી આવે છેકે, અમારે વેક્સીન અપાવવી નથી. આમ છેલ્લા બે દિવસના સર્વેમાં ઘણા પરીવારોમાંથી આરોગ્ય ટીમને સર્વેની કામગીરીમાં જાકારો મળી રહ્યો હોય તે દુ:ખની બાબત છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ વેક્સીનનો સર્વે થઇ રહ્યો છે. તેમાં સહકાર પણ આપતા ન હોય આવી બાબત આરોગ્ય અધિકારી માટે હાલ માથાના દુખાવા સમાન બની ગયેલ હોવાનું જાણવા મળી રહ્યુ છે.

સર્વેમાં લોકો સહકાર નથી આપી રહ્યા : ડો.પંપાણીયા
બ્લોક હેલ્થ ઓફીસર ડો.પંપાણીયા સાથે વાત કરતા તેમણે જણાવેલ હતુ કે, કોવીડ 19 વેક્સીન સંદર્ભે 14 ટીમ સર્વેની કામગીરી કરી રહી છે. ત્યારે ઘણા લોકો ઘરનો દરવાજો ખોલતા નથી. તો ધણા લોકો સર્વેની ટીમના કર્મચારીને નામ પણ લખાવતા નથી. અને દિવસ દરમ્યાન સર્વે કરતા કર્મચારી ઓના ફોન આવે છે. અને પછી લોકોને સમજાવવા પડે છે. તેથી બહુ જ વાર લાગે છે. જ્યારે લોકોએ આ બાબત સમજી સહકાર આપવો જોઇએ.

કોરોના વેક્સિનના સર્વેમાં પ્રજાજનો સહકાર આપે : પ્રમુખ
કોરોના મહામારી માંથી બહાર આવવા સરકાર દ્વારા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે. અને હાલ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સીન સંદર્ભે ડોર ટુ ડોર સર્વે થઇ રહ્યો છે. ત્યારે શહેરીજનો એ આરોગ્ય કર્મચારી સર્વેની કામગીરીમાં સહકાર આપી પોતાના પરીવારની સંપૂર્ણ વિગત આપવા ન.પા.પ્રમુખ કે.સી.રાઠોડ દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...