રોષ:ઊના એસટી ડેપોના કર્મીએ કાળી પટ્ટી ધારણ કરી રોષ ઠાલવ્યો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મીઓએ રોષ વ્યક્ત કરી પોતાની માંગણીઓની રજૂઆત કરી

ઊના એસટી ડેપોમાં સંકલન સમિતિના આદેશ મુજબ એસટી કર્મચારીઓ કામદારોએ પોતાની વ્યાજબી માંગણીઓ નિગમ દ્વારા સરકારમાં દરખાસ્તૢત કરી હતી. જે અંગેનો હકારાત્મક નિર્ણય લઇ તા.15 સપ્ટે.2021 સુધીમાં તેની અમલવારી કરવા માટે સેટલમેન્ટ કરાર મુજબ જુલાઇ 2019ની 5 ટકા અને જુલાઇ 2019ની 11 ટકા વધેલી મોંધવારી મળી કુલ 16 ટકા મોંધવારી ભથ્થાની અસરની માંગ કરી હતી.

તેમજ ચડત એરીયર્સની રકમ સપ્ટેમ્બર પેઇડ ઇન ઓક્ટો.2021 મહિનાના પગારમાં ચુકવી આપવી સહીતની માંગણી સત્વરે નિવારણમાં આવે એવી માંગ સાથે કર્મચારીઓએ ઊના એસટી બસ ડેપોમાં કાળી પટ્ટી ધારણ કરી રોષ વ્યકત કર્યો હતો. તેમજ સંકલન સમિતિના આદેશ મુજબ તબક્કાવાર કાર્યક્રમ યોજશે તેમ ઊના ડેપોના કર્મીઓએ જણાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...