હાલાકી:ધરતી પુત્રો મગફળીને બચાવવા ટ્રેક્ટરમાં જનરેટર લગાવી પાણી પાવા મજબૂર બન્યા

ઊના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઊના પંથકના ધરતીપુત્રોની વાવેતર કરેલા ઊભો પાકને બચાવવાની જહેમત

ઊના પંથકમાં તાઉતે વાવાઝોડાના 100 દિવસ બાદ પણ ખેતીવાડીમાં વિજપુરવઠો પૂર્વવત ન થતાં અને ખેડૂતોના પાકને સમયસર પાણી ન મળતા પાક નિષ્ફળ જવાની ભીતી. વિજપુરવઠો તાત્કાલીક શરૂ કરવા પાતાપુર, ઉમેજ સહીતના ગામના ખેડૂતો ધોકડવા પીજીવીસીએલના અધિકારીને રજુઆત કરી. ખેડૂતો પોતાના ખેતી પાકને પાણીની તાતી જરૂરીયાત છે. ત્યારે વાવાઝોડા બાદ વિજપુરવઠો ન અપાતા ઉપરાંત વરસાદ ખેંચાતા જગતનો તાત બેહાલ બની ગયો છે.

હાલ ખેડૂતો મગફળીના પાકને બચાવવા ડબલ ખર્ચાઓ કરી ટ્રેક્ટર પાછળ જનરેટ લગાવી તેમાંથી ડિઝલ દ્વારા પાવર સપ્લાય કરીને કુવાની ઇલેક્ટ્રીક મોટરથી ખેતીના પાકને પાણી પીવડાવે છે. વિજપુરવઠો ન આવતા ના છુટકે પાકને બચાવવા જરેટરની મદદથી ખેતી કરવા મજબૂર બન્યા છે. જોકે ખેડૂતો મોંધા ભાવનું ડિઝલ પોસાય તેમ નથી. જેથી પીજીવીસીએલ દ્વારા તાત્કાલીક ખેતીવાડીમાં વિજપુરવઠો શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.