ક્રાઇમ:ખાણ ખનીજ માફિયાના ટ્રેક્ટરોની અવર -જવરથી સોસાયટી વિસ્તાર અસલામત

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખનીજ ચોરો રાત્રે પોતાના વાહનો પસાર કરી લોકોને ત્રાસ આપે છે

ઊના તાલુકામાં રેતીની બેફામ રીતે દરિયાની સીમામાંથી ઉપાડી રોયલ્ટી પાસ વગર ચોરી કરી દૂરના વિસ્તારોમાં પહોંચાડવાની પ્રવૃતિ ફૂલીફાલી છે. અને શહેરના સોસાયટી વિસ્તારમાં બનેલા નગરપાલીકાના રસ્તામાંથી આ ટ્રેક્ટરો પસાર થતાં ભારે ઘોંઘાટ કરતા હોઇ લોકો અસલામત બન્યા છે.

ઊના શહેરની ઉનન્તનગર સોસાયટી, એસટી કોલોની, 80 ફૂટ રોડ, મામલતદાર કચેરી વિસ્તારના પાછળના ભાગની કોલોની, વરસીંગપુર રોડ, પટેલ સોસાયટી, જેવા વિસ્તારોમાં સીસી માર્ગ બન્યા છે. આવા વિસ્તારમાંથી બારોબાર બાયપાસ તરફ નિકળી શકાય છે. આથી ખનીજ માફિયાઓ પોતાના માનીતા માથાભારે ડ્રાઇવરો મારફત શહેરની મચ્છુન્દ્રી નદી તેમજ રાવલ નદી, સીમર, રજપુત રાજપરા, ખત્રીવાડા સહિતના વિસ્તારોમાંથી બેરોકટોક પસાર થાય છે. આ રેતી તેઓ દરિયાકાંઠા તેમજ નદીઓમાંથી ચોરી કરે છે. કોઇજાતની મંજૂરી લીધા વગર મોટા ડમ્પરો અને ટ્રેક્ટરોમાં જેસીબીથી ઓવરલોડ રેતી ભરી આ વાહનો રહેણાંક વિસ્તારોમાંથી રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી બેરોકટોક પસાર થતા રહે છે. આ વાહનોના ઘોંઘાટને લીધે સીનિયર સીટીઝનો, નાના બાળકો, મહિલાઓ ત્રાસી જાય છે. પોતાના અંગત હિત ખાતર સરકારની લાખો રૂપિયાની ખનીજ ચોરી કરવા સાથે ખનીજ માફિયા શહેરની નામાંકિત સોસાયટીઓ માટે ત્રાસરૂપ બન્યા છે.

પોલીસ સામાન્ય લોકોનેજ દંડે છે
હાલમાં લોકો માસ્ક કે વાહનના કાગળો ન હોય તો તેને પરેશાન કરી વાહન ચાલકને રૂ. 1 હજારનો દંડ ફટકારી વારંવાર પરેશાન કરે છે. જ્યારે ખનીજ ચોરો વાહનોમાં ગે.કા. હેરાફેરી કરતા હોવા છત્તાં લાયસન્સ વગરના ડ્રાઇવરો સામે મૌન ધારણ કરે છે. તો શું તેઓ પાસે હપ્તા પહોંચે છે એવો સવાલ ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...