રેસ્ક્યુ:સનવાવ ગામની સીમમાંથી બિમાર સિંહનું રેસ્ક્યુ કરાયું

ઊના17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળ ખસેડાયો

ગીરગઢડાના સનવાવ ગામની વાડીમાં બિમાર હાલતામાં સિંહ જોવા મળ્યો હતો. જેની જાણ ખેડૂતે વનવિભાગને કરતા સ્ટાફ પહોચી ગયો હતો. બિમાર સિંહનું રેસ્ક્યુ કરી સારવાર હેઠળ એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સનવાવ ગામના ખેડૂત હિરજીભાઇ ભીખાભાઇ વડુંની માલીકીની વાડીમાં મગફળીનું વાવેતર કરેલા ઊભા પાકમાં સવારે એક સિંહ બિમાર હાલતમાં જોવા મળતા ખેડૂતે વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગના વી.આર. ચાવડા, પરમાર, ડો. મહેતા સહિતની રેસ્ક્યુ ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. સિંહને જોતા બિમાર હાલતમાં હોય અને ઉમર બે વર્ષની હોવાનું જણાયું હતું. જેનું રેસ્ક્યું કરી જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...