પરિવારની આપવીતિ, અધિકારીઓની લાલિયાવાડી:ઉનાના નાંદરખ ગામે પરિવાર ઉપર તાઉતે વાવાઝોડાની રાતે છત ધરાશાયી થઈ છતાં તંત્ર સહાય ચૂકવવા તૈયાર નથી

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઈજાગ્રસ્ત પરિવારે ઘટનાની જાણ કરી હોવા છતાં તંત્રએ વાતને દબાવી : તલાટી મંત્રી

ઊના તાલુકાના નાંદરખ ગામે તાઉતે વાવાઝોડાની રાત્રીએ ખેડુત પરિવારના ત્રણ ભાઇઓના 16 સભ્યો ધરાવતા પરિવાર પર મકાનની છત પડી હતી. જેની જાણ પરિવારે તલાટી મંત્રીને કરી અને બન્ને દ્વારા તંત્રને સહાય માટે રજુઆત કરી હતી. બાદમાં સમગ્ર ઘટનાની જાણ તાલુકા પંચાયત અધિકારીને જેતે સમયે કરવા છતાં પરીવારનને સહાય નહીં આપી સમગ્ર ઘટના પર પડદો પાડ્યો હોવાની હકીકત વાવાઝોડાના બે મહિના જેવા લાંબા સમય પછી બહાર આવતા ભારે ચકચાર મચી છે.

ઊના તાલુકાનાં નાંદરખ ગામે રહેતા કનકસિંહ ગોહીલ અને તેમના બે અન્ય ભાઇઓ મળી ત્રણ ભાઇઓના 16 પરીવારના સભ્યો ઉપર તાઉતે વાવાઝોડાથી રાત્રીના મકાન ધ્વસ થતાં પાપડા તથા સીમેન્ટના પીઢીયા નીચે પડતા લખુબા કનુભાઇ ગોહીલ (ઉ.વ.38), જીલુબા અજીતસિંહ (ઉ.વ.36), શિતલબા અજીતસિંહ ગોહીલ (ઉ.વ.7), શક્તિસિંહ અજીતસિંહ (ઉ.વ. 8), કિરણબા મહાવિરસિંહ ગોહીલ (ઉ.વ.32) નાની-મોટી ગંભીર ઇજા પહોંચતાં ઊનાની ખાનગી ઓર્થોપેડીક હોસ્પીટલમાં સારવાર લીધી હતી. જેમાં અંદાજીત રૂ.3 લાખ જેટલી રકમનો ખર્ચ થતા મહા મુસીબતે જીંદગી બચેલ હતી. જેની લેખિત જાણ તલાટી મંત્રીને કરી હતી.

તેમના દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે રીપોર્ટ મોકલાયો હતો. જવાબદાર વહીવટી તંત્ર દ્વારા સહાય ચુકવવાનું તો એક તરફ રહ્યુ પરંતુ અકસ્માતની ઘટના બની જ નહીં હોવાનું જણાવી આખી ઘટના રેકર્ડ પર લેવાના બદલે ધાકબીછોડ કરી દબાવી દેવાય હતી.

ઈજાગ્રસ્તો બીજા દિવસે દવાખાને પહોંચ્યા
ઇજાગ્રસ્ત ગોહીલ પરીવાર તાઉતે વાવાઝોડાના કારણે રસ્તા પર વૃક્ષો પડી જતાં વાહન ચાલી શકે તેવી સ્થિતી ન હોવાથી ગામના અગ્રણી રજનીભાઇ તેમજ બાબુભાઇની મદદ માંગી જેસીબી મશીન આગળ રાખી રોડ ખુલ્લો કરાવી દવાખાને પહોંચ્યો હતો. > પરીવારના અગ્રણી કનકસિંહ ગોહીલ

અન્ય સમાચારો પણ છે...