તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:લૂંટેરી દુલ્હન ટોળકી 5 દિ'ના રિમાન્ડ પર, કોની કોની પાસેથી કેટલા ખંખેર્યા, કોનો કેટલો ભાગ હતો એ મુદ્દે તપાસ થશે

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનામાં લગ્ને-લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હન એક યુવાન સાથે લગ્ન કરવા તેના મળતિયાઓ સાથે આવતાં તે લગ્ન કરે એ પહેલાંજ આખી ટોળકી સાથે ઝડપાઇ ગઇ હતી. પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આખી ટોળકીને 5 દિવસના રિમાન્ડ પર સોંપી છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ઊનાનાં હિતેષભાઇ રમેશભાઇ રાખોલિયાએ રૂપિયા લઇને બોગસ લગ્ન કરવા આવેલી ટોળકી અંગે ફરિયાદ નોંધાવી હતી.

આથી પીએસઆઇ જે. વી. ચુડાસમાએ લૂંટેરી દુલ્હન સપના ઉર્ફે અંજુમ સહિત ગેંગના શખ્સોની ધરપકડ કરી તમામને ઊના કોર્ટના મેજીસ્ટ્રેટ બી. કે. શાહની કોર્ટમાં 7 દિવસના રીમાન્ડની માંગણી સાથે રજૂ કર્યા હતા. જેમાં સરકારી વકીલ વસાવા તેમજ તપાસનિશ અધિકારીએ આ ગેંગ દ્વારા અત્યાર સુધી કેટલા લોકોને છેતર્યા છે.

આ સિવાય ગેંગમાં કોણ કોણ સામેલ છે. અને અત્યાર સુધીમાં કેટલા પૈસા લોકો પાસેથી ખંખેર્યા છે. લગ્ન કરાવી આપવામાં કોણ કેટલી ભૂમિકા ભજવે છે અને કોને કેટલા પૈસા આપવા સહિતના વિવિધ મુદે દલીલો કરતાં કોર્ટે તમામને 5 દિવસના રીમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

આ 9 શખ્સો પોલીસ કસ્ટડીમાં છે
વિનોદ ઉર્ફે વિક્રમ રણછોડ રાઠોડ, ક્રિષ્નાબેન ઉર્ફે ગીતાંજલી વિનોદ રાઠોડ (રે. બંને કાકીડીમોલી તા. ગીરગઢડા), અંજુમ ઉર્ફે સપના નાઝીરહુસેન હાસમ સોલંકી (રે. જામનગર), શારબાઇ ઉર્ફે શાયરા ઉર્ફે કાશીબેન હનીફ અલારખા ઠેબા (રે. રાજકોટ મૂળ હરીપર તરવડા તા. લોધીકા જી.રાજકોટ), ભાવના ઉર્ફે કાજલબેન રાજેશ છગન ગડારા (રે. રાજકોટ મૂળ. જૂનાગઢ), ગોવિંદ હરી વ્યાસ (રે. રાજકોટ), અશ્વિન ધરમશી લીમબોડીયા (રે. નાગડકા તા. સાયલા) અને વિશાલ બેચર સરવૈયા (રે. લીમ્બોડા તા. બોટાદ), ગોવિંદ ધરમશી લીમ્બોડિયા (રે. નાગડકા તા. સાયલા)

અન્ય સમાચારો પણ છે...