હાલાકી / ઊના પંથકનાં આમોદ્રા ગામને જોડતો માર્ગ બિસ્માર

The road connecting Amodra village of Una panth is in disrepair
X
The road connecting Amodra village of Una panth is in disrepair

  • 10 વર્ષથી કામગીરી થઇ જ નથી લોકોમાં ભારે રોષ

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 05:54 AM IST

ઊના. ઊનાથી માત્ર છ કિ.મી.ના અંતરે આવેલ ઊનાના પરાસમાન આમોદ્રા ગામનો રસ્તો છેલ્લા દશેક વર્ષથી  ન બન્યો હોવાનાં કારણે હાલમાં બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયેલ છે. આ રસ્તાના નવિનીકરણ માટે આમોદ્રાના સતાધીસો દ્વારા તંત્ર અવાર નવાર લેખિત અને મૌખીક રજુઆતો કરવા છતાં આજ સુધી આ અંગે તંત્ર દ્વારા કઇ કામગીરી ન થવાથી હાલમાં આ રસ્તામાં ઠેર- ઠેર ખાડાઓ પડી ગયા છે. ચોમાસાના કારણે પાણીના ખાબોચીયાઓ ભરેલા હોય છે. માત્ર છ કિ.મી.નું અંતર કાપવા રાહદારીઓ અને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે.

આ રોડ પર મીડિયમ ઇગ્લીંશ સ્કુલ સહીત આમોદ્રા ગામે આવેલ પ્રસિધ્ધ ખોડીયાર મંદિર, રાંદલ ભવાની મંદિર, મહત્મા મુળદાસ મંદિર, જેવા ધાર્મિક સ્થળો પર આવેલ છે. અને ધંધા રોજગાર અર્થે અવર-જવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની બંને સાઇડ બાવળોનું સામ્રાજય જોવા મળી રહ્યું હોય જેથી પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગના કા.પા.ઇજનેરને લેખિત રજુઆત કરેલ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી