તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:ઊનામાં વીજ થાંભલા ઉભા નથી થયા એટલે વાવેતર ઘટ્યું

ઊના25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણીની સગવડ ધરાવતા ખેડૂતોએ આગોતરૂ વાવેતર શરૂ કર્યું - Divya Bhaskar
પાણીની સગવડ ધરાવતા ખેડૂતોએ આગોતરૂ વાવેતર શરૂ કર્યું
  • PGVCL દ્વારા 34 હજાર થાંભલા ઊભા કરવાના બાકી
  • આ વર્ષે માત્ર 6.5 હજાર હેક્ટરમાં વાવેતર થયું

ઊના તાલુકામાં તાઉતે વાવાઝોડાએ ભારે તારાજી સર્જતા ભારે નુકસાની થઈ હતી.ત્યારે ખેતીવાડી જ્યોતિગ્રામ યોજના તથા તમામ ઇલેવન કેવી, 66 કેવી અને એલટી લાઈનોના થાંભલાઓ જમીન દોષ થયા હતા. વિજળીના અભાવે જગતનો તાત લાચાર બનતાં તાલુકામાં 15 હજાર હેક્ટરમાં વાવેતર થઈ શક્યું નથી. જેથી ખે૰ુડુતોને પડ્યાં પર પાટા જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. ખેડૂતોને તાઉતે વાવાઝોડાની નુકસાની ભોગવવાનો સમય આ વર્ષે જોવા મળી રહ્યો છે.

ઊના તાલુકામાં ગત વર્ષ 2020ના જુલાઇ મહીનાની શરૂઆતમાં 20 હજાર હેક્ટર જમીનમાં કૃષિપાકોનું વાવેતર થયું હતું. સારા વરસાદની આશા સાથે જગતનો તાત ખુશ હતો. પરંતુ આ વર્ષે તાઉતે વાવાઝોડા પછી પીજીવીસીએલની તમામ લાઇનો થાંભલા પડી જવાના કારણે શહેરી વિસ્તારમાં 10 દિવસ પછી વિજપુરવઠો આવ્યો હતો. અને ગ્રામિણ વિસ્તારમાં દોઢ મહિના જેવા લાંબો સમય થવા છતાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતિવાડીમાં વિજ પાવર શરૂ થયો નથી. જેની સમે 34 હજાર કરતા વધુ થાંભલા હજુ ઉભા કરવાના બાકી રહ્યા છે.

આ વર્ષે 6.5 હજાર હેક્ટરમાં જ વાવેતર થયું
ખેડૂતના કુવામાં પાણી હોવા છતાં વિજપાવરના આભાવે વાવેતર કરી શક્તા નથી. ચાલુ વર્ષે ખેડૂતોએ આ જુલાઇ મહીનાની શરૂઆતમાં માત્ર 6.5 હજાર હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. તે ગત વર્ષની સરખામણીમાં 15 હજાર હેક્ટર કરતા ઓછુ થયેલું છે.

અન્ય સમાચારો પણ છે...