તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દિવથી દારૂ લઇ આવતો શખ્સ ઊનાથી પકડાયો

ઊના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 87 બોટલ દારૂ સાથે ઝડપી લીધો

ઊનાનાં દેલવાડા રોડ પરથી પોલીસે કારમાંથી 87 બોટલ દારૂની પકડી પાડી હતી. તેમજ રૂપિયા 1.26નાં મુદામાલ સાથે એક શખ્સની અટક કરી હતી.

આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢનાં બીલખા રોડ પર ધરાનગર પાસે રહેતો સંજય ઉર્ફે ભાવલો ભનુ પરમાર દિવથી કાર નં. જી જે. 09 બીએ 6659માં દારૂ લઇ આવતો હોવાની બાતમી પો.હેડ.કોન્સ અરવિંદભાઇ, સંદિપસિંહ, કનુભાઇ, ધર્મેન્દ્રસિંહને મળી હતી. બાતમીનાં આધારે ઊના દેલવાડા રોડ આવેલી હાઇસ્કુલ પાસે વોચ ગોઠવ હતી અને અહીં કાર પસાર થતા તેની રોકાવી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની બોટ નંગ - 87 કિંમત રૂપિયા 1,26, 845ના મુદામાલ સાથે અટક કરી હતી. પોલીસે ગુનો નોંધી અગાળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...