ક્રાઈમ:8 થી વધુ ગુનાઓ આચરનાર શખ્સ સામે પાસા, ભુજ ધકેલાયો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊના તાલુકામાં કાયદો વ્યવસ્થા તેમજ જાહેર સુલેશ શાંતિ જાળવવાના ભાગરૂપે લૂંટ, હત્યાની કોશિષ, ફાયરીંગ, અપહરણ, ખંડણી જેવા 8 થી વધુ ગુનાઓ આચરનાર વધુ એક શખ્સને પાસા હેઠળ જેલમાં ધકેલવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

ગીર-સોમનાથ એએસપી ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ ઊના પીઆઇ એમ. યુ. મસી દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેક્ટર આર. જી. ગોહીલને મોકલતા આવી હતી. ગેરકાયદે પ્રવૃતિને ગંભીરતા પૂર્વક લઇ ઊના શહેરમાં રહેતો જીસાન ઉર્ફે અબાડો મુખ્તારભાઇ બ્લોચ વિરૂધ વોરન્ટ ઇસ્યુ કરેલ અને જિલ્લા એલસીબીનાં કે. જે. ચોહાણ, લતાબેન પરમાર, અજીતસિંહ પરમાર, નરેન્દ્રભાઇ કછોટ, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, સંદિપભાઇ ઝણકાટ સહીતની ટીમે વોચ ગોઠવી 8થી વધુ ગુનામાં સંડોવાયેલ જીસાન ઉર્ફે અબાડો મુખ્તારભાઇ બ્લોચને પકડી પાડી સેન્ટર જેલ ભુજ ખાતે ધકેલી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...