તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાભથી વંચિત:તંત્રના વાકે કાજરડી ગામના લોકો સસ્તા અનાજના લાભથી વંચિત

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા લાંબા સમયથી મામલતદાર કચેરીએ એનએફએસી અરજીનો નિકાલ ન કરતા અનાજનો પુરવઠો મળતો નથી

ઊનાના કાજરડી ગામને સસ્તા અનાજનો પુરવઠો ન મળતો હોવાથી ગ્રામજનો વંચીત રહી જાય છે. આ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા માટે ગામના સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઇ છે. ધણા લાંબા સમયથી કાજરડી ગ્રામજનો દ્વારા એનએફએસી અરજીઓ મામલતદાર પુરવઠા વિભાગમાં રજુ કરી છે. પરંતુ લાભાર્થીની અરજીનો નિકાલ નહીં થતાં ગામ લોકોને સસ્તા અનાજનો પુરવઠો મળતો ન હોવાથી લોકો વંચિત રહે છે.

આ ઉપરાંત કાજરડી ગામ કોડીનાર વિધાનસભા હેઠળ આવતુ હોવાથી ગામને જોડતા નોનપ્લાન્ટ ડામર રોડ બનાવવા કોડીનાર ધારાસભ્ય સમક્ષ રજુઆત કરાઈ છે. તાજેતરમાં આવેલ તાઉતે વાવાઝોડાના કારણે ગ્રામજનોની 809 અરજીઓ પંચાયત કચેરી દ્વારા સર્વે કરી રજુ કરી છે. જેને દોઢ મહિનાથી વધુ લાંબો સમય વિતી ગયા બાદ પણ અસરગ્રસ્ત પરીવારોને સહાયની રકમ ચુકવાઈ નથી. જેથી આ તમામ રસ્તા તેમજ સહાય અને અનાજ પુરવઠા બાબતે મહીલા સરપંચ લક્ષ્મીબેન પાંચાભાઇ ચારણીયા દ્વારા રજુઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...