વીજ કરંટ:નાંદરખમાં વિજપોલ પર શોર્ટસર્કિટથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નિપજ્યું

ઊના20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊનાના નાંદરખ ગામે આવેલ વાડીમાં વિજપોલ પર બેઠેલો રાષ્ટ્રીય પ્રાણી મોરને વિજ શોર્ટસક્રિટ થતાં મોરનું મોત નિપજ્યું હતું. નાંદરખ ગામે ગીગુભાઈ ઉકાભાઈ ગોહિલની વાડીમાં પસાર થતા વિજ પોલ પર રાષ્ટ્રીય પક્ષી મોર બેઠો હતો.

અચાનક વિજ શોર્ટસક્રિટથી પોલ ઉપર જ મોત નિપજ્યું હતું. આ અંગેની ખેડૂતે ઘોકડવા પીજીવીસીએલના કર્મચારીને જાણ કરતા જાદવભાઈ, ગોહિલભાઈ તેમજ વિપુલભાઈ ભાસ્કર સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને વિજપાવર બંધ કર્યો હતો. બાદમાં પોલ પરથી મોરના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...