તપાસ:ગીરગઢડાના ફુલકા ગામનો ગુમ યુવક ભેદી સંજોગોમાં મળી આવ્યો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને હોસ્પિટલમાં દાખલ કોણે કર્યો તે તપાસનો વિષય બન્યો : લોહીના ધાબા, ઘરમાં તોડફોડ થયાનું રહસ્ય અકબંધ

ગીરગઢડા તાલુકાનાં ફુલકા ગામનો યુવાન રહસ્ય રીતે લાપતા થતાં તેના પરીવારે હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. અને ગુમ થયેલા યુવાનનાં ઘરમાં ચિજવસ્તુઓ તોડફોડ હાલતમાં તેમજ લોહીંના ધાબા તેમજ લાકડાનાં ધોકામાં લોહીં જોવા મળતા તંત્ર પણ દોડતું થયું હતું. જ્યારે આ યુવાને પોલીસમાં કરેલી અરજીમાં ફુલકા ગામના 7 શખ્સો વિરૂદ્ધ પૈસા અને મોબાઇલ લઇ જઇ મારી નાખવાની ધમકી અને આક્ષેપ કર્યાં હતા. અને આ યુવાન રવિવારે રાત્રે ગુમ થયા બાદ આજે ભાવનગર ખાતેથી ભેદી રીતે મળી આવ્યો હોવાનું તેમના પરીવારે જણાવેલ અને આ યુવાનને લેવા માટે તેમના ભાઇ લઇ આવતા હોવાનું જાણવા મળ્યું છે.

અચાનક ગુમ થયેલો યુવકના ઘરમાં ચિજવસ્તુઓની તોડફોડ તેમજ ચારેતરફ લોહીનાં ધાબા જોવા મળ્યાં આ કૃત્ય કોણે કર્યું અને યુવાન અચાનક ભાવનગર કેમ પહોંચ્યો અને તેના પરીવારના જણાવ્યાં મુજબ યુવાન દવાખામાં દાખલ હતો. જ્યારે હોસ્પીટલે કોણે પહોંચાડ્યો તે તપાસનો વિષય બની ગયો છે. આ બાબતે ગીરગઢડા પીએસઆઇ કે.એન. અઘેરાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે લાપતાં યુવાન સલામત રીતે મળી આવ્યો છે. અને તે અમારા સંપર્કમાં આવ્યા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ આ યુવાનને ફુલકા ગામના શખ્સો સાથે લગ્ન પ્રસંગનું ફુલેકુ નિકળેલ તે વખતે સામાન્ય બોલાચાલી થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

જ્યારે આ યુવાન યુવાન અગાઉ દારૂના ધંધા સાથે પણ સંકળાયેલ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે. તેમજ પરીવારે દર્શાવેલ હત્યાની આશંકા ખોટી હોવાનું અને પોલીસ તપાસમાં આવી ઘટના બની ન હોવાનું પણ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...