માંગ:વાવાઝોડાને 18 દિવસ થયા છતાં નવાબંદર, સૈયદ રાજપરાનાં માછીમારોને સહાય ન મળી

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કોળી સેનાનાં પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો

ઊના પંથકમાં 18 દિવસ પહેલાં મિની વાવાઝોડાથી દરિયામાં તોફાન જોવા મળ્યું હતું. જેથી નવાબંદર તેમજ સૈયદરાજપરા બંદર કાંઠે બોટોને ભારે નુકસાન થયું છે. અને માછીમારોને આર્થિક ફટકો પડ્યો છે.જેથી ખાસ પેકેજ જાહેર કરી માછીમારોને સહાય ચૂકવવામાં આવે એવી માંગ સાથે જિલ્લા કોળી સેના પ્રમુખ દીપાબેન મહેકકુમાર બાંભણીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

દરિયામાં ભારે પવન ફૂંકાતા 8 માછીમારો લાપત્તા થયા હતા. અને 7નાં મોત થયા હતા. એકનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી. આ ઉપરાંત વાત કરીએ માછીમારોની આર્થિક સ્થિતીની તો છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લઈ નુકસાન સહન કર્યા બાદ સ્થિતીમાં સુધારો થયો હતો. જો કે, અચાનક જ આવેલા મિની વાવાઝોડાએ આર્થિક પરિસ્થિતીને ડામાડોળ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...