તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચાલકે જીવ બચાવવા કુદકો માર્યો, પોતાના જ ટ્રક નિચે આવી જતાં મોત

ઊનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
 • 3નો આબાદ બચાવ, પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

ઊના પંથકમાં અકસ્માતની ધટનાઓમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. જેમાં નાના-મોટા વાહન અકસ્માતતો રોજીંદા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેમ ઊના ભાવનગર હાઇવે રોડ પર પથ્થર ભરેલા ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવી દેતા ટ્રક પાલ્ટી ખાતા ટ્રક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીગાભાઇ રૂખડભાઇ ચૈહાણ ઉ.વ.55 રહે. ભાટીકડા તા.મહુવા તેવો ટ્રક નં.જીજે 14 ટી 4647માં પથ્થર ભરીને મહુવા તરફ જતા હતા.

એ દરમિયાન ઊના નજીક વ્યાજપુર ગામ પાસે કાર ચાલકને બચાવવા જતા પોતે સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી મારી ગયો હતો. જ્યારે ટ્રક પલ્ટી ખાતા ડ્રાઇવર પોતાનો જીવ બચાવવા કુદકો મારતા ટ્રકના પાછળનું વીલ શરીર પર ફરી વળતા ગીગાભાઇનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનો પણ આબાદ બચાવ થયો હતો. અને પથ્થર ભરેલો ટ્રક પલ્ટી ખાતા રસ્તા પરજ પથ્થરો વેરાય ગયા હતા.

આ અકસ્માત થતાં વાહન ચાલકો તેમજ આજુબાજુ માંથી લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. ધટનાની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી ગયેલ અને મૃતદેહને ખાનગી વાહનમાં ઊના સરકારી હોસ્પીટલે પી.એમ માટે ખસેડેલ હતો. આ બનાવની જાણ મૃતકના પરીવારને કરતા તેમના પુત્ર તાત્કાલીક ઊના દોડી આવેલ હતા. આ અંગેની પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસ તપાસ હાથ ધરેલ છે.

વાંસોજ પાસે બાઈક સ્લીપ થતા એકનું મોત, 1 સારવાર હેઠળ
વાંસોજ ઓલવાણ રોડ પર ગત રાત્રીના સમયે બાઇક નં.જીજે 11 કેકે 9727 પર ડબલ સવારીમાં બે યુવાનો તડ ગામે જતાં હતા. એ દરમિયાન બાઇક સ્લીપ થતાં બાઇક પાછળ બેઠેલા નવીનકુમાર સીપાઇલાલ રહે. હાલ તડ નવાપરા વિસ્તારમાં મૂળ. વતન મીરાયૈ પોસ્ટ. બહારપુર જી. ઇટાવા રાજ્ય ઉત્તરપ્રદેશ વાળાનું બાઇક અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી.

જેથી તાત્કાલીક ઊના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાવામાં આવ્યો હતું. જ્યારે વધુ સારવાર માટે વેરાવળ રીફર કર્યો હતો. કમનસીબે સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બાઇક ચાલકને પણ ઇજા થતાં હાલ સારવાર હેઠળ છે. આ અંગે નવાબંદર મરીન પોલીસમાં મૃતકની પત્નિએ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો