તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મનિષ્ઠ ડોક્ટર:ઊનાની હોસ્પિટલમાં દર્દી આવતાં ર્ડાક્ટર બોટલ ચઢતી હતી છતાં બેડ પરથી ઊભા થઇ ગયા અને હાર્ટપેશન્ટની સારવાર કરી

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીને બચાવવા સતત પ્રયાસ કર્યો પણ અંતે મૃત્યુ થયું

હાલ કોરોના મહામારીમાં લગભગ બધા તબીબ ખડેપગે દર્દીની સારવાર કરે છે. ત્યારે ઊનાની ટ્રસ્ટ સંચાલીત હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ડો. બી. આર. પંડ્યાની ફરજ પરસ્તી તેમને મુઠ્ઠી ઉંચેરા માનવી બનાવી દે એવી જોવા મળી. વાત જાણે એમ બની કે ડો. પંડ્યાની તબિયત સારી નહોતી. તેમને બાટલા ચઢતા હતા.

એજ વખતે અચાનક ગ્રામ્ય વિસ્તારમાંથી એક દર્દી આવ્યા. તેને છાતીમાં અસહ્ય દુખાવો થતો હતો. ડો. પંડ્યા પોતાના બેડ પરથી ઉભા થઇ ગયા. એક તરફ સ્ટ્રીપ ચાલુ હતી છત્તાં તેઓ હાર્ટ પેશન્ટને બચાવવા સતત મથતા રહ્યા. જોકે, આખરે દર્દીએ ત્યાંજ અંતિમ શ્વાસ લીધા. જેનો જીવ બચાવી ન શક્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...