તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ઊના તાલુકાના સાઈક્લોન સેન્ટરો વિજ જોડાણના વાંકે ઘુળ ખાય છે

ઊના9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દેલવાડા, નાલીયા માંડવી, પાલડી ગામોમાં કરોડોના ખર્ચે ઉભા કરાયા
 • તમામ સેન્ટરોની સાર સંભાળ રાખવા ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી

ઊનામાં ઈ સાઈક્લોન સેન્ટરની પાછળ રૂ. 4 કરોડ જેવી રકમનો ખર્ચ કરી સેન્ટરની અંદર આરો ફિલ્ટર, કુલર શેટ, સહીતના સાધનો તેમજ ચાર થ્રી ફેજ મોટરો મુકવામાં આવેલ છે. ભવિષ્યમાં અચાનક કોઈપણ આફત આવે ત્યારે આ સાઇક્લોન સેન્ટરનો ઉપયોગ લોકોને મળી રહે તે હેતુથી બનાવવામાં આવ્યા છે.

પરંતુ વિજ જોડાણના વાંકે સેન્ટર તથા તમામ ઇલેક્ટ્રોનિક સાધનો મૃત હાલત જોવા મળી રહ્યા છે. જેમાં તમામ ઇલેક્ટ્રીક ચિજવસ્તુઓમાં વિજ જોડાણ આપવામાં આવેલ ન હોવાના કારણે ઉપયોગ થઇ શકતો નથી. કરોડોના ખર્ચે તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં બનેલા સાઈક્લોન સેન્ટરની સંભાળ કોણ રાખશે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમા ઊના તાલુકાના દેલવાડા, નાલીયા માંડવી, તડ, કોબ, ખજુદ્રા, ખાણ, પાલડી સહીતના ગામમોના સાઈક્લોન સેન્ટરો વીજ જોડાણના વાંકે કરોડોની મિલકત ધૂળ ખાય છે. જ્યારે આ કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સાયક્લોન સેન્ટરની સાળસંભાળ તેમજ મેન્ટેનન્સ કરવા માણસો રાખવા પણ જરૂરી છે. હાલ આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી સ્થિતીનું નિર્માણ જોવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો