તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થાનો અભાવ:ઊના નજીક નાં આમોદ્રા ગામની પ્રજાનો આંર્તનાદ, હવે તો અમારા અંધારા ઉલેચો

ઊના20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાઉ તે વાવાઝોડાના સત્તર દિવસના અંતેપણ આમોદ્રાની અવદશા

તાઉતે વાવાઝોડાની કારમી થપાટમાંથી ઊનાનું આમોદ્રા ગામ પણ બાકાત નથી. આ વાવાઝોડાના કારણે આમોદ્રામાં ખેડૂતોના આંબા, નાળિયેરી, કેળના બગીચાઓ જમીન દોસ્ત થઇ ગયા છે. ઊનાળુ બાજરી, કઠોળ, મગ જેવા પાકને પણ ભારે નુકસાન થયું છે. મુંગા, દુધાળા સેંકડો માલઢોર પણ મોતના મુખમાં ધકેલાઇ ગયા છે. રહેણાંક મકાનો સહિત માલઢોરના તબેલાને પણ પારાવાર નુકસાન થયું છે. આવા સંજોગોમાં વર્તમાન સમયની અતી આવશ્યક અને મહત્વની જરૂરિયાત વિજળીની વ્યવસ્થાના અભાવે ગામમાં લોકોને પીવાના પાણી તેમજ અનાજ દળવાની ઘંટી, માલઢોરના અવેડા સહિત જરૂરિયાત માટે લોકો અગાઉની સરખામણીએ ભયંકર યાતના વેઠી રહ્યા છે.

જોકે, પીવાના પાણી માટેની વ્યવસ્થા ગામના સરપંચ અને તેમની ટીમ દ્વારા બીજા દિવસથી જનરેટર મૂકી પાણીની જરૂરિયાત પાડવામાં આવેલ છે. પરંતુ વાવાઝોડા પછી આજે 17 દિવસના અંતે પણ વિજળીના વાંકે આમોદ્રાની પ્રજા પારાવાર મુશ્કેલી વેઠી રહી છે. તેમજ જનજીવન ઉપર અનેક રીતે માઠી અસર ઉભી થવા પામેલ છે. ત્યારે ગામમાં તાત્કાલીક ધોરણે વિજપુરવઠો પૂર્વવત કરી લોકોની સુખાકારી માટે તંત્ર સત્વરે યોગ્ય પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...