વીડિયો કોન્ફરન્સ:કેન્દ્રિય ટીમે આંબા - નાળિયેરીના બગીચા અને ઘરવખરીના નુકસાનની વિગતો મેળવી

ઊના8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાગાયત અને મકાનોની નુકસાનીનો તાગ મેળવી મુખ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

તાઉ તે વાવાઝોડાને લીધે ઊના પંથકમાં થયેલી નુકસાનીની મુલાકાતે કેન્દ્રિય ટીમ આવી હતી. અને ખેતી, બાગાયત અને મકાનોને થયેલી નુકસાની અંગેનો તાગ મેળવી ઊના પ્રાંત કચેરી ખાતેથી રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ યોજી હતી. અને ગુજરાત સરકારે કરેલી તાત્કાલિક કામગીરીની સમીક્ષા કરી હતી. ભારત સરકારના ગૃહ વિભાગના સંયુક્ત સચિવ પ્રકાશ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના નિયામક સુભાષ ચંદ્રા, માર્ગ અને વાહન વ્યવહાર વિભાગના અધિકારી હર્ષ પ્રભાકર, નાણાં વિભાગના નાયબ નિયામક મહેશકુમાર, વીજળી વિભાગના નાયબ નિયામક જીતેશ શ્રીનિવાસ, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી રાજીવ પ્રતાપ દુબેની ટીમ આજે તાઉ તેના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી હતી.

કેન્દ્રિય ટીમે ઊના પંથકમાં કેરીના બગીચા તેમજ નાળિયેરીના પાકને થયેલા નુકસાન તેમજ ઘરવખરી મકાનોને થયેલા નુકસાનની વિગતો ગામ લોકો પાસેથી જાણીને વાવાઝોડા પહેલાં સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સલામત સ્થળે તાત્કાલીક ખસેડવામાં આવતા તેની ભયાનકતા પ્રમાણે જાનહાનિ નહિવત ખૂબ ઓછી થઈ છે. તેની પણ વિગતો સ્થાનિક અધિકારીઓ અને ગામ લોકો પાસેથી જાણી હતી. કેન્દ્રિય ટીમે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે વાવાઝોડા પહેલાં અને પછી લોકોને તાત્કાલિક રાહત અને મદદ મળે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે. ઇલેક્ટ્રિસિટીના રિસ્ટોરેશન માટે ખૂબ જ ઝડપથી કામગીરી કરવામાં આવી છે. અને મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ છે. લોકોને જુદા જુદા પ્રકારની રાહતોને મદદ પહોંચાડવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...