તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસામાજીક તત્વોનો આતંક:આમોદ્રા ગામે અસામાજીક તત્વોએ કારને નુકસાન કર્યું

ઊના25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાર્કીગ કરેલી કારમાં પથ્થર મારી મોટર કારનો કાચ તોડી નાખ્યો

ઊનાના આમોદ્રા વતની અને જૂનાગઢ રહેતા યુવાન સાતમ આઠમના તહેવાર કરવા પોતાની કાર લઇ આમોદ્રા આવ્યા હતા. દરમ્યાન રાત્રીના સમયે અજાણ્યો શખ્સો દ્વારા કારનો કાચ તોડી નાખતા ઊના પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે.

આમોદ્રાના વતની અને હાલ જૂનાગઢ રહેતા ધીરૂભાઈ મધુભાઈ દોમડિયા સાતમ આઠમની રજામાં માદરે વતન આમોદ્રા આવ્યા હતા. અને રાત્રે અગિયાર વાગ્યા આસપાસ પોતાનાં ઘરની પાછળ આવેલ ચોરા વિસ્તારમાં કાર નંબર જી.જે.11 AB 6098 પાર્ક કરી હતી. દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ કારની પાછળના કાચમાં મોટો પથ્થર મારી કાચ ફોડી ઇરાદાપૂર્વક નુકસાન કરાતા આ અસામાજિક શખ્સનો પકડી પાડી તેના વિરૂધ ધોરણસરની કાર્યવાહી કરવા ઊના પોલીસમાં ધીરૂભાઈએ લેખિત રજૂઆત કરી છે.

કેશોદના મઢડા ગામે અજાણ્યા શખ્સોએ કારનો કાચ તોડી નાખ્યો
કેશોદ તાલુકાના માણેકવાડા ગામનો પરિવાર મઢડા સોનલ માતાના મંદીરે દર્શનાર્થે ગયો હતો. દરમ્યાન પાર્ક કરેલી ગાડીના કાચ કોઈ અજાણ્યા ઈસમ તોડી નાખતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કેશોદના માણેકવાડા ગામના પાર્થભાઇ કુવાડિયા સહિત તેમનો પરીવાર મઢડા સોનલ માતાજીના મંદિરે દર્શનેે ગયો હતો. જયાં તેમણે કાર નં. જીજે-01-આરજે-4111 પાર્ક કરી હતી. તે સમયે કોઇ અજાણ્યાં શખ્સે પાછળના ભાગનો કાચ તોડી નાખ્યો હતો. કાર માલીકે કાચ કોણે તોડયો તે અંગે મંદિર વ્યવસ્થાપકો સાથે જાણવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ વિગતો ન મળતાંં પોલીસમાં ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...