ઊના-વેરાવળ હાઈવે પર લામધારનાં પાટીયા પાસે અજાણ્યા પુરૂષ (ઉ.વ.35)નો મૃતદેહ પુલ પાસે રોડની સાઇડમાં પડ્યો હતો. આ રસ્તા પરથી મોડી રાત્રીના પસાર થતા વાહન ચાલકની નજરે પડતા આ અંગેની પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયેલ અને હિન્દુ યુવા સંગઠનના સેવાભાવી યુવાનોનો સંપર્ક કરતા યુવાનો દોડી જઇ આ અજાણ્યા પુરૂષનો મૃતદેહ ઊનાની સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવેલ છે.
આ વ્યક્તિનું મોત બિમારી સબબ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ભિક્ષુક જેવા અજાણ્યા પુરુષનાં કોઈ વાલી વારસ મળી આવ્યા નથી. જો કોઈ આ વ્યક્તિને ઓળખતુ હોય તો ઊના પોલીસ સ્ટેશનનો 02875224766 તેમજ 8320119856 પર સંપર્ક કરવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.