ચકચાર:ખનીજ ભરેલા ટ્રેક્ટર છોડાવવા પોલીસ સાથે વહીવટનો ઓડિયો થયો વાયરલ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ટ્રેક્ટર દીઠ 7 હજારની માંગણી બની ચર્ચાનો વિષય

ઊના-ગીરગઢડા પંથકમાં મોટાપાયે ટ્રેક્ટર મારફત ખનીજ ચોરી થતી હોવાની વાત હવે નવી થતી રહી. આમાં કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી થાય છે. પોલીસ, રેવન્યુ અને ભૂસ્તર વિભાગમાં બેઠેલા ઉચ્ચ સ્થાનિક અધિકારીઓની મહેરબાની હેઠળ થતી હોય છે. કર્મચારીઓ ખુદ ખનીજના વાહનો અટકાવી વચેટીયાઓના માધ્યમથી હજારો રૂપિયાના વહીવટ કરી ખનીજ ભરેલા વાહનો છોડી દેવાતા હોવાની વારંવાર ફરીયાદો ઉઠી રહી છે. એ સાબિત કરતી વાત બની છે.

ગીરગઢડા પંથકમાં ગે.કા. ખનીજ ભરેલા ટ્રેકટરો પોલીસે પકડ્યા બાદ વચેટિયા મારફત વહીવટ થતો હોવાનો ઓડીયો વારયલ થયો છે. આથી વાડજ ચીભડાં ગળી જતી હોવાનો ઘાટ સર્જાયો છે. વાત જાણે એમ બની કે, થોડા દિવસો પહેલાં ગીરગઢડા વિસ્તારમાંથી ગે.કા. ખનીજ ભરીને નિકળેલા બે ટ્રેક્ટરને એક પોલીસમેને અટકાવ્યા હતા. અને વચેટીયાને ફોન કરી આ ટ્રેક્ટરનો વહીવટ કરવા તેમજ ટ્રેક્ટર છોડવા એક ટ્રેક્ટર દિઠ રૂ. 7 હજારની માંગણી કરી હતી.

વચેટીયાએ ટ્રેક્ટર દીઠ રૂ. 5 હજાર રાખવા આગ્રહ કરી વહીવટ આવી ગયા બાદ ટ્રેક્ટરને છોડી દીધા હોવાની વાતનું રેકોર્ડીંગ વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઇ છે. હવે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી પગલાં લે એવી માંગ ઉઠી રહી છે.

વાયરલ ઓડીયોના સંવાદો

​​​​​​​​​​​​​​પોલીસ : 2 ટ્રેક્ટર છે. વચેટીયો : જે હોય તે પતાવી દેવાનું છે. પોલીસ : શું કરવાનું છે. વચેટીયો : તમે કહો કેટલા દેવાના છે હું ટ્રેક્ટર માલીકને કહી દેવ પૈસા દેવાના થાય છેે. પોલીસ : એક ટ્રેક્ટરના રૂ. 7 હજાર દેવાના. વચેટીયો : 5 હજાર રાખોને બે ના રૂ. 10 હજાર રાખો. પોલીસ : હા. વચેટીયો : મારી પાસે વહીવટ આવી જાય પછી ફોન કરૂ. પોલીસ : હું કોઇને ઓળખતો નથી જવાબદારી તમારી રહેશે.

અન્ય સમાચારો પણ છે...