આક્રોશ:ગીરગઢડા તાલુકાના અસરગ્રસ્તોને સહાય ન મળતા રોષે ભરાયા

ઊના18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટનાં આદેશ અનુસાર સહાય ચુકવવા કોંગ્રેસની માંગ
  • સહાય ચૂકવવામાં વહાલા દવલાની નિતી: ધારાસભ્ય

ગીરગઢડા તાલુકાનાં ગ્રામિણ વિસ્તારમાં તાઉતે વાવાઝોડાનાં અસરગ્રસ્તોને સહાય ચુકવામાં ન આવતા રોષ ફેલાયો છે. કોંગ્રેસ સમિતિનાં નેજા હેઠળ ધારાસભ્ય પુંજાભાઈ વંશની આગેવાનીમાં ભારે આક્રોશ સાથે રજુઆત કરી છે. અસરગ્રસ્ત પરીવારોને મકાન, કેશડોલ્સ સહાય તેમજ ખેડુતોને સંપુર્ણ બાગાયતી વૃક્ષો આધારિત ખેડૂતોને સરકારી ધારાધોરણ મુજબની સહાય ચુકવવા આવેદનપત્ર આપીને માંગણી કરાઈ હતી. આ બાબતે પાંચ મહિના જેટલો સમય વીતવા છતાં વાવાઝોડાનાં અસરગ્રસ્તને સહાય ચુકવવામાં તંત્ર દ્વારા અન્યાય કરાયો છે.

સરકારી ધારાધોરણ ગાઈડલાઇન સાઈડ કરી ગેરરીતી આચરી સહાય ફોર્મમાં વિસંગતતા રાખી વહાલા દવલાની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ ધારાસભ્ય પુંજાભાઈ વંશએ કર્યો છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ તાઉતે વાવાઝોડાના અસરગ્રસ્તોને સહાય ચુકવવા સક્ષમ સતાને નિર્દેશ આપ્યો છે. જેને યોગ્ય રીતે અમલ કરવા અને માપદંડો અનુસરવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...