તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીડીઓની વાત થઇ વાયરલ:બેલેન્સ હું નખાવી દઇશ મીસકોલ ન કરતા કહી TDOએ સભ્યને તતડાવ્યા

ઊના10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીડીઓની તા.પં. સભ્ય સાથેની વાત થઇ વાયરલ

તાઉતે વાવાઝોડા બાદ જે નુકશાન થયું તેનો સર્વે કરવામાં અધિકારીઓ દ્વારા અનેક જગ્યાએ વિસંગતતા ઉભી કરી દેતાં અમુક ગામોમાં સર્વે ન થયાની ફરિયાદ ઉઠી છે. ત્યારે ગિરગઢડા ટીડીઓની તાલુકા પંચાયત સભ્ય સાથે ફોન ન ઉપાડ્યા બાદ મીસ કોલ કેમ કર્યો એ બાબતની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. ગિરગઢડા તાલુકા પંચાયતની શાણાવાંકિયા બેઠકનાં સભ્ય અરવિંદભાઈએ ટીડીઓને ફોન કર્યો હતો. પણ તેમણે રીસીવ જ ન કર્યો.

આથી ટીડીઓના મોબાઇલમાં મીસકોલ બતાવતા હતા. બાદમાં ટીડીઓએ પોતે ફોન ન ઉપાડ્યાનો ખુલાસો કરવાને બદલે સામેથી કોલ કરી અરવિંદભાઇને તતડાવવા લાગ્યા કે, અરે ભાઈ મિસકોલ કરો છો. હું બેલેન્સ કરાવી દઈશ. હવે બોલો શું કામ છે એ કહો. અરવિંદભાઈએ કહ્યું, કેશડોલ સહાયવાળા ધક્કા ખાય છે અને લોકો પરેશાન છે. તેના પ્રત્યુતરમાં ટીડીઓએ જણાવ્યું કે, જે હોય એ ગિરગઢડા ઓફીસે લેખિતમાં આપી જાવ.વાત આટલેથી પૂરી થતી તી. પણ ટીડીઓએ ફરી કહ્યું, તમે ગરીબ સભ્ય છોને? તો હું મોબાઈલમાં બેલેન્સ કરાવી નાખીશ. બાદમાં આ ઓડિયો વાયરલ થતાં તે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચ્યો હતો. તેઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...