આક્ષેપ:તડ ચેકપોસ્ટ ઉપર બાઇક ચેક કરવા મુદ્દે યુવાનને માર માર્યો

ઊના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે પોલીસે લાકડીથી ફટકાર્યાનો કરાયો આક્ષેપ

ઊનાના તડ ચેકપોસ્ટ પરથી પસાર થતા કાજરડી ગામના યુવાન પર પોલીસ કર્મી દ્રારા પ્લાસ્ટીકની લાકડી વડે હુમલો કરાતા આ યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ઊના સિવીલે લઇ જવાયો હતો. કાજરડી ગામે રહેતો અને માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા રાજુભાઇ કાળાભાઇ સોલંકી દીવ વણાંકબારા બોટમાં કામ કરતા હોય અને પૈસા લેવા ગયા હતાં. ત્યાંથી પરત પોતાના ઘરે આવતો હતો. ત્યારે તડ ચેક પોસ્ટ પર ફરજ બજાવતા નવાબંદર મરીન પોલીસ કર્મી સંદિપ સોલંકી, તેમજ મૈલીકે બાઇક રોકાવી બાઇકની ડેકી ખોલવા કહેતા યુવાને કહ્યું હતું કે, ડેકી ક્યારેય ખોલી નથી જેથી ખુલતી ન હોય તે બાબતે બન્ને પોલીસ કર્મી ચોકીમાં અંદર લઇ ગયા હતાં. અને પ્લાસ્ટીકની લાકડી વડે  માર માર્યો હતો. બાદમાં આ યુવાન રાડારાડ કરવા લાગેલ બાદમાં ધક્કો મારતા બાજુમાં રહેલ ટેબલ હાથમાં લાગી જતાં લોહીલુહાણ હાલતમાં ઊના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અને  ડો. એન. કે. જાદવે  સારવાર કરી હતી.  

અન્ય સમાચારો પણ છે...