તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સૈયદ રાજપરાના સગીરને 16 લાખનાં ઇન્જેક્શન ફ્રીમાં મળશે

ઊના11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊનાના સૈયદ રાજપરાના વિશાલ રમેશભાઇ બારૈયા (ઉ. વ. 15) ની તબિયત અચાનક લથડ્યા બાદ તેને જીવલેણ જીબીએસ વાયરસ હોવાનું માલુમ પડ્યું. સારવાર માટે 1 લાખનું એક એવા 16 ઇન્જેક્શનની જરૂર પડી હતી.

આ વાતની જિ.પં. સભ્ય ભાવેશભાઇ ઉપાધ્યાયને જાથ થતાં તેમણે ઊના સરકારી હોસ્પિટલમાંથી સરકારની સંદર્ભ કાર્ડ યોજના હેઠળ કાર્ડ કઢાવી આરોગ્ય વિભાગના અભિપ્રાય સાથે અમદાવાદ રવાના કરવા જણાવ્યું. અમદાવાદ સીવીલમાં પણ તાત્કાલીક સારવાર મળે તે માટે આરોગ્ય કમિશ્નરનો ભાવેશભાઇએ સંપર્ક કરી પીએમ કાર્યાલય સાથે વાત કરી. અને સંદર્ભ કાર્ડ ઉપર તાત્કાલીક સારવાર આપવા અને ઇન્જેક્શનની ફ્રીમાં વ્યવસ્થા કરવા સુચના આપતાં આખરે વિશાલની સારવાર શરૂ કરાઇ અને તેનો જીવ બચી ગયો.

અન્ય સમાચારો પણ છે...