હુમલો:સૈયદ રાજપરા ગામનો યુવાન ભૂમાફિયાના હુમલામાં ગંભીર

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિમાં ગરબી જોવા જતા 'તા ત્યારે હુમલો કર્યો હતો

ઊનાના સૈયદ રાજપરાના સામાજીક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ ઉપર ભૂમાફિયાઓએ હુમલો કરતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે ગામલોકોએ આજે નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું. ઊનાના સૈયદ રાજપરાના નરેશ કિશનભાઇ રાઠોડે સૈયદ રાજપરા બંદરના દરિયાકાંઠે રેતી ચોરી અને સફેદ રેતી ખનન બાબતે અનેકવાર રજૂઆત કરી હતી.

જેના મનદુ:ખમાં ગામના હરેશ રમેશ બાંભણિયા, અશ્વિન રમેશ બાંભણિયા, દિનેશ કિશન બાંભણિયા, કાંતિ ઉકા પરમાર, જયેશ હરેશ બાંભણિયા, ઇશ્વર લાખા બાંભણિયા, રોહિત શુકર સોલંકી અને રમેશ વિરા બાંભણિયાએ તા. 14 ઓક્ટો.ના રોજ નરેશભાઇ રાત્રે ગરબી જોવા જતા હતા ત્યારે હુમલો કર્યો હતો.

તેમને સરકારી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેની હાલત ગંભીર હોઇ જૂનાગઢ રીફર કરાયા હતા. આ અંગેની નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાઇ હતી. પણ આ આજ સુધી કોઇની અટક કરી નથી. એવા આક્ષેપ સાથે ગ્રામજનોએ ના. કલેક્ટરને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...