તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સૈયદ રાજપરા ગામે વિવિધ સર્વે નંબરમાં રસ્તા પર ગે.કા. દુકાનો દૂર કરો : સરપંચ

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેતીની જમીનમાં શરતભંગ કરી દુકાનો ખડકી દેતા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત

ઊનાના સૈયદ રાજપરા ગામે સર્વે નં.97 જે સરકારી નવા ગામતળનું સર્વે નં.57 જે ખેતી લાયક જમીન આવેલ હોય આ બંન્ને સર્વે નંબરને અડી આવેલ જમીનમાં ગે.કા. રીતે માલિકો દ્વારા દુકાનોનું બાંધ કામ કરવામાં આવેલ હોય અને 067.89 જમીનમાં પાણીનો કુવો આવેલ છે. જુની શરતની જમીન પર ખેડૂત ચનાભાઇ પાલાભાઇ બાંભણિયા, છગનભાઇ ચનાભાઇ બાંભણિયા વગેરેનું સંયુક્ત ખાતુ ધરાવતી જમીનમાં ગામતળનો મુખ્ય રસ્તો આવેલ છે અને સ્ટેટ હાઇવેને જોડતા રસ્તા પર ગે.કા. દુકાનો બનાવી મકાનો બનાવી વહેચી નાખેલ છે.

આ બાંધકામો દૂર કરી રસ્તો ખુલ્લો કરાવવા ગ્રામ પંચાયતના સરપંચ દેવીબેન કિશનભાઇ બાંભણીયાએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી આ બાંધકામો નિયમ વિરૂદ્ધ અને બિનખેતી કર્યા વગર પ્લોટીંગ કરી સ્થાનિકગ્રામ પંચાયતની કોઇપણ પરવાનગી લીધા વગર નિયમ વિરૂદ્ધ બાંધકામ થયેલ હોય તે તાત્કાલીક દૂર કરાવવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...